• Gujarati News
  • National
  • Vadodara News Chehane Brigade To Mark The 125th Anniversary Of Shantinath Jinnaya 074130

છાણી શાંતિનાથ જિનાલયની 125મી સાલગીરી નિમિત્તે વરઘોડો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૈન સંઘોમાં દીક્ષાની ખાણ તરીકે સુપ્રસિદ્ધ છાણી નગરમાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયની 125મી સાલગીરી નિમિત્તે ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે.જેમાં ગુરુવારે છાણીનગરમાં નીકળેલા વરઘોડોમાં છાણી ગામનાં રહીશો તેમજ સાધુભગવંતો જોડાયાં હતાં.

છાણી જૈનસંઘ અનુસાર, આ મહોત્સવમાં ગુરુવારના રોજ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિ નિર્માણનો ઇતિહાસ વિષય પર મહારાજ સાહેબ દ્વારા પ્રવચન અપાય્ું હતું. જે બાદ નીકળેલા વરઘોડામાં ઇન્દ્રધજા-અષ્ટમંગલની લારી,હાથી,બેન્ડબાજા,બગીઓ તેમજ વેશભૂષાથી સજ્જ બાળકો જોડાયાં હતાં. બીજી તરફ 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7:30 વાગે જિનવાણી શ્રવણ, 9 વાગે ધજાનો વરઘોડો, બપોરે 12:39 વાગે વિજયમુહૂર્તમાં ધ્વજારોહણ,બપોરે 1:30 કલાકે શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર મહાપૂજન તેમજ રાતે 8 કલાકે સંધ્યાભક્તિ સાથે મહાઆરતીનું આયોજન કરાયું છે.

આજે ધ્વજારોહણ-મહાપૂજન અને મહાઆરતીનું આયોજન

અન્ય સમાચારો પણ છે...