તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Cheap Plastic Goggles Damage The Ultraviolet Rays By Pulling An Alchemy 080031

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સસ્તા પ્લાસ્ટિકના ગોગલ્સ અલ્ટ્રાવાયોલેટ કિરણોને વધુ ખેંચી કીકીને નુકસાન કરે છે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડો.મોનીકા જેઠાનીએ જણાવ્યું હતું કે, સૂર્યના પાર જાંબલી (અલ્ટ્રા વાયોલેટ) અને ઇન્ફ્રારેડ કિરણો ચામડી-આંખો માટે હાનિકારક છે. પ્લાસ્ટિકના ગોગલ્સ પહેરી સૂર્ય સામે જોઇએ ત્યારે આંખની કીકી પહોળી થાય છે, ત્યારે વધુ પ્રમાણમાં અલ્ટ્રા વાયોલેટ કીરણો આંખમા પ્રવેશી રેટીનાને નુકસાન પહોંચાડે છે. જ્યારે સૂર્યના કિરણોથી બચવા પોલરાઇઝ્ડ ગ્લાસીસ પહેરવા જોઇએ. જેમાં ફિલ્ટર હોય છે જે પાણી, સૂર્યકીરણો અને બરફમાં પડતા તીવ્ર પ્રતિબિંબિત પ્રકાશને અવરોધી, ગ્લેર ઓછી કરે છે અને દ્રશ્યને સ્પષ્ટ બનાવે છે. પોલરાઇઝ્ડ ગ્લાસ 250થી 300 રૂ.થી શરૂ થાય છે. 100-150 રૂપિયાની બચત કરવા આંખને ન બગાડો.

100રૂ.ના પ્લાસ્ટિકની જગ્યાએ 200 રૂ.ના પોલોરાઇડ ગોગલ્સ પહેરવા જોઇએ
પ્લાસ્ટિકના ગોગલ્સથી ચિત્રમાં કાંગારુ દેખાતું નથી.

ગૉગલ્સ ખરીદતાં માત્ર રંગ અને ફ્રેમ ન જુઓ
ગૉગલ્સ ખરીદતી વખતે લોકો કાચનો રંગ અને ફ્રેમનો આકાર એ બે વસ્તુને જ મહત્વ આપે છે. પરંતુ તે યોગ્ય નથી. હાથમાં ગૉગલ્સને પકડીને પછી તેને આંખથી એક હાથ જેટલા દૂર રાખી એક આંખ બંધ કરી જુઓ. બન્ને કાચ સામે એક સાથે ન જુઓ. એક આંખના કાચ વડે સામે ઊભેલી વસ્તુને જુઓ. સીધી લીટીમાં ઊભેલી વસ્તુને નિહાળતાં કાચને ઉપર-નીચે ફેરવો. જો કાચને ગોળ ફેરવતાં સીધી લીટીમાં ઉભેલી વસ્તુ ફરતી દેખાય તો કાચ ખામી વાળો છે. કાચને ફેરવતી વખતે વસ્તુ સ્થિર દેખાય તો માનવું કે કાચ સારી ક્વોલીટીનો છે.

પોલોરાઇડમાં કાંગારુ સ્પષ્ટ પણે દેખાઇ આવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો