તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Chaitri Navaratri At The Mahakali Temple Located In Watergate And Hatha Of Athanam 074620

પાણીગેટ સ્થિત મહાકાળી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અને અાઠમનો હવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પાણીગેટ ટાંકી પાસે આવેલ મહાકાળી મંદિર ખાતે તા.13, એપ્રિલે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન, અાઠમનો હવન,મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માતાજીને નવરાત્રી દરમિયાન ગજરાજનું વાહન, કૂકડાનું વાહન અને મોરના વાહન પર બિરાજમાન કરી ભવ્ય શણગાર કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી પર્વની માહિતી આપતા મંિદરના મહંત મેહુલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ પૌરાણિક મંદિર અંગ્રેજ શાસનના સમયથી વડોદરા શહેરમાં છે. જે તે સમયે આ મંદિરની દેરીથી ખબર પડતી હતી કે એક સાઇડે આજવારોડ અને બીજી સાઇડે વાઘોડિયા રોડનો રસ્તો છે. આ મંદિરની દેરીનો અખંડ દિવો રસ્તેથી પસાર થનારને સેન્ટરમાં દેખાતો હતો.

આજે કારેલીબાગમાં અંતાક્ષરી
શ્રી વડીલ વિહાર વાટિકા, (ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.11 એપ્રિલનેે ગુરૂવારના રોજ સાંજ 5.00 કલાકે બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ સંસ્થાના પટાંગણમાં અંતાક્ષરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે દિવ્ય જીવન સંઘ દ્વારા ભજન સત્સંગનું આયોજન
દિવ્ય જીવન સંઘ દ્વારા તા.11 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે 6.00 થી 7.00 કલાકે રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, કોઠી, વડોદરા ખાતે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ફ્રી હોમિયોપથી સારવાર કેમ્પ
દિવ્ય જીવન સંઘ દ્વારા તા.11 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે 5.30 થી 7.00 કલાક દરમિયાન રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, કોઠી, વડોદરા ખાતે નિઃશુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પનું આયોજન કરાયું છે.

પાસ્ટ પ્રેસિડેન્ટ ઓફ ફોરમનું હોસ્ટિંગ કરાયું
કરિશ્મા સ્પેશિયલ સ્કૂલ ખાતે 3 થી 15 વર્ષની વચ્ચેના બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ
મેડિકલ કેર સેન્ટર કાશીબેન ગોરધનદાસ પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ સંચાલિત કરિશ્મા સ્પેશ્યલ સ્કૂલમાં 3 થી 15 વર્ષની વચ્ચેના બાળકો માટે ફ્રી પ્રવેશ માટે પ્રિન્સિપાલનો રૂબરૂ સોમવાર થી શુક્રવાર સવારે 10.00 થી 4.00 કલાક સુધીમાં સંપર્ક કરવા જણાવાયું છે.

વડોદરા તાલુકાના અનગઢ ગામ ખાતે સત્સંગ સમારોહ
તા.11 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે 4.00 કલાકે અનગઢ ગામ મુકામે સત્ય સનાતન ધર્મના ધર્મનુરાગી સાધુવાદ અમૃતદાસ ઝવેરદાસની નિશ્રામાં તેઓશ્રીના ભંડારી ભક્તિ પરાયણના માનમાં સત્સંગ સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે કાર્યક્રમને દૈદિત્માન બનાવવા સંત-ગુરૂજનો, સમાજના અગ્રણીય -સમાજ, રત્નો તથા ભક્તજનો ઉપસ્થિત રહેશે.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બરોડિયન દ્વારા રાજપૂત સામજન ભવન મકરપુરા ખાતે જાયન્ટ્સ ઉપેન્દ્રભાઈ અને ધર્મેશભાઈ પટેલના માર્ગદર્શનમાં PAST PRESIDENT FORUM નું હોસ્ટિંગ કરાયું હતુ. જેમાં વિવિધ જૂથોમાંથી 70 સભ્યોએ હાજરી આપી હતી.

છાત્રોએ લોકવાર્તા દ્વારા નૃત્ય પ્રસ્તૃત કર્યા
સાધુ વાસવાની વિદ્યા મંદિર હરણી ખાતે ધોરણ 3 અને 4 ના 240 જેટલા વિદ્યાર્થીઓએ ‘ધ અમેઝિંગ વર્લ્ડ ઓફ ફોક ટેલ્સ’ અંતર્ગત ભારત અને જાપાનની લોકવાર્તા દ્વારા નૃત્ય પ્રસ્તૃત કર્યા હતા

પાણીનાં કૂંડાનું પૂ.સંતોના હસ્તે વિતરણ
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર ખાતે 2 હજાર પક્ષીઓનાં માળા અને પીવાના પાણીનાં કૂંડાનું સંતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ
શહેરના સામાજિક કાર્યકર દ્વારા શહેરની કંન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા મજૂરોના બાળકોને ચોકલેટ, બિસ્કિટ અને ચવાણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થિનીને એવોર્ડ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત
વડોદરા ખાતેથી શ્રી નાથદ્વારા પ્રવાસનું આયોજન કરાયું
શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ મહિલા મંડળ - વડોદરાના પ્રમુખ જયોત્સનાબેન આર.વખારીયા દ્વારા જણાવવામાં આવે છે કે શ્રી દશા સોરઠિયા વણિક જ્ઞાતિ મંડળ-વડોદરાના પ્રમુખ જયેશભાઇ શેઠના નેતૃત્વ હેઠળ વસંતભાઇ ગાંધી અને નયનાબેન વસંતભાઇ ગાંધીના સહયોગથી શ્રી નાથદ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેટીચંદ નિમિત્તે સિંધી પંચાયત દ્વારા સિંધી ભાષાના સમાવેશ માટે રજૂઆત
સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદ નિમિત્તે વાધોડિયા રોડ સિંધી પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રોગ્રામમાં ડી. ડી. ચેનલમાં સિંધી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત જાનકી ચંચલાણી તેમજ તેમની સાથેની મહિલાઓએ કરી હતી.

મારું પ્રિય કાવ્ય અંગે સંસ્થાના સભ્યોનું ગાન-રસદર્શન કાર્યક્રમ
સિ.સિ.એસો. ઇન્દ્રપુરી વાઘોડિયા રોડના ઉપક્રમે તા.11 એપ્રિલને ગુરૂવારના રોજ સાંજે 5.30 કલાકે ઓમ નારાયણ ટ્રસ્ટ હોલ, 56-ઉમા કોલોની એ- વિભાગ, વાઘોડિયા રોડ ખાતે મારું પ્રિય કાવ્ય અંગે સંસ્થાના સભ્યોનું ગાન અને રસદર્શન કાર્યક્રમ રાખેલ છે.

મધ્યે ચૈત્રી ઓળીની આરાધના
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી જય અંબે સ્કૂલની ચોથા ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતી બાલિકા એવી ટેલેન્ટેડ માહી શૈલેષ પરમારને એવોર્ડ ઓફ ધ યરનો આ વર્ષનો એવોર્ડ મળ્યો હતો.

તા.11 થી 19 એપ્રિલ સુધી રાત્રે 8.45 થી 9.45 કલાકે માતુશ્રી બાલુભા જૈન આરાધના ભવન, મેહુલ સોસાયટી નં-2, સુભાનપુરા વડોદરા ખાતે પૂજ્યશ્રી નવપદો તાત્વિક તથા રોચક પ્રવચનો આપશે.

શ્રી મોઢ બ્રાહ્મણ સેવા સમાજ દ્વારા ઇનામ વિતરણ
મદનઝાંપા બગલામુખી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન
મદનઝાંપા રોડ પર આવેલ બગલામુખી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન અને મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તા.11, એપ્રિલના રોજ શ્રોત્રિય બ્રહ્મનિષ્ટ સદગુરુ કેવશવજી સાહિબની જન્મજયંતીની ઉજવણી કરાશે. તા.13 એપ્રિલના રોજ સાંજે 9.00 કલાકે પૂ.પ્રદિપગુરૂ સાહિબની નિશ્રામાં અષ્ઠમીનો હવન અને મહાઆરતી યોજાશે.

બી.એમ. પરીખ ટ્રસ્ટ હોસ્પિ.દ્વારા રજત જ્યંતીની ઉજવણી
બી.એમ. પરીખ ટ્રસ્ટ હોસ્પિટલની રજત જ્યંતી ઉજવણીના ભાગરૂપે 1000 દર્દીની ફિ કન્સલ્ટેશન તેમજ રાહતદરે મેડીકલ સારવાર અને ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 01/04/2019 થી હોસ્પિટલમાં કેમ્પ શરૂ થઈ ગયેલ છે. જે હાલ હોસ્પિટલમાં દરરોજના 50 થી100 દર્દી કેમ્પનો લાભ લઇ રહ્યા છે. રજત જ્યંતી ઉજવણીના ભાગરૂપે આયોજિત કેમ્પમાં રોજના જનરલ સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ડેન્ટર સર્જરીના 3 થી 5 ઓપરેશન કરવામાં આવે છે. દર્દીઓ માટે હાલ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે.

શ્રી મોઢ બ્રાહ્મણ સેવા સમાજ, વડોદરા દ્વારા સમાજનો શૈક્ષણિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
સિનિયર સિટિઝન્સ મંડળ ગોત્રી દ્વારા જન્મોત્સવની ઉજવણી
સુભાનપુરાનાં સૌરભપાર્ક કોમ્યુનિટી હોલમાં સિનિયર સિટિઝન્સ મંડળ ગોત્રી દ્વારા જન્મોત્સવ હર્ષોલ્લાસથી યોજાયો હતો. તે બદલ મંડળના સભ્યોએ રંગમંચ ઉપર પુષ્પગુચ્છ તેમજ પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું. જે અંતર્ગત જન્મોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જય શિવરાયા સંગઠન દ્વારા ગીત રામાયણનો કાર્યક્રમ યોજાયો
સર સયાજીરાવ નગરગૃહ ખાતે જય શિવરાયા સંગઠન અને મરાઠી વાનમય પરિષદ વતી ગુડીપાડવા નિમિત્તે ગતિ માણગુડકર અને સુધીર ફડકે જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ગીત રામાયણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શ્રીધર ફડકે અને વૃંદના કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રીમંત રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડના હસ્તે કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...