લાંચના કેસમાં ફરાર CGST અધિકારી ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંચના કેસમાં 3 માસથી ફરાર સીજીએસટીનો અધિકારી ગુરૂવારે એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો.

ગત ફેબ્રુઅારી માસમાં દહેજ એસ.ઇ.ઝેડ કચેરી ફેઝ-2માં એ.સી.બી.એ દરોડા પાડ્યો હતો. સ્ક્રેપના વેપારીઓ પાસેથી સી.જી.એસ.ટી.ના અધિકારી મુકેશ કુમાર ઝાએ 1 કિલો સ્ક્રેપના 90 પૈસા લેખે 150 ટન સ્ક્રેપની ગાડીઓ પાસ કરાવવા 1.35 લાખ લાંચ પેટે માંગ્યા હતા.લાંચ અંગેની ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાતા લાચીયાઓને પકડવા માટે છટકું ગોઠવવામાં અાવ્યું હતું.જેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં અાવી હતી.જ્યારે ત્રણ માસથી ફરાર સી.જી.એસ.ટી અધિકારી મુકેશ કુમાર ઝાની ગુરૂવારે ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...