તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSE સ્ટુડન્ટને પ્રોજેક્ટ વર્ક અપાશે, 20 માર્ક મેળવી શકશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ હિંદી કોર અને હિંદી ઈલેક્ટિવ માટે હવે પ્રોજેક્ટ બનાવવા પડશે. વિદ્યાર્થીએ પોતાની શાળામાં સબમીટ કરાવાનો રહેશે. આ પ્રોજેક્ટ 10 માર્કનો હશે, જેનું એસેસમેન્ટ શાળામાં જ કરવામાં આવશે. તેને લઈને સીબીએસઈ એ હાલમાં જ વેબસાઇટ પર એક સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું. સર્ક્યુલરમાં આવ્યું છે કે, આ પ્રોજેક્ટવર્ક ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે હશે. પ્રોજેક્ટના વિદ્યાર્થીને 10 માર્ક અને એએસએલના 10 માર્ક મ‌ળીને વિદ્યાર્થીઓને કુલ 20 માર્કસ આપવામાં આવશે. પ્રોજેક્ટને લગતી વધારે માહિતી સીબીએસઈની વેબસાઇટ પર પણ અપલોડ કરી દેવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ તરફથી ધોરણ 9 અને ધોરણ 11ના અભ્યાસ ક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જે હેઠળ બંને ધોરણોના ત્રણ ત્રણ ઐચ્છિક વિષયોને કાઢવામાં આવ્યા છે. તેનો ફાયદો વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં મળશે. સીબીએસઈએ શાળાઓમાં 40થી વધારે સ્કિલ કોર્સને ઈન્ટ્રોડયુસ કર્યો હતાં, જે કોર્સને વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે, એની પરીક્ષા ફેબ્રુઆરી યોજાશે. વધારે જાણકારી માટે સીબીએસઈની વેબસાઇટ પર વિઝિટ કરી શકાય છે. ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા કોર્સથી વિદ્યાર્થીઓની સ્કિલમાં વિકાસ થશે અને ભવિષયમાં ફાયદો થશે

Education Update

અન્ય સમાચારો પણ છે...