તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ્ય શિક્ષણ નહિ આપતી CBSE સ્કૂલ બદલી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીએસઇ સ્કૂલો દ્વારા યોગ્ય શિક્ષણ નહિ આપવામાં આવતું હોય અને વાલીઓને શાળા બદલવી હશે તો તેને બદલી શકાશે. શિક્ષણના મુદ્દે વાલી અરજી કરશે તો શાળાએ પાંચ વર્ષનાં પરિણામો દેખાડવાનાં રહેશે.

સીબીએસઇના નવા સત્રનો પ્રારંભ થઇ ગયો છે. નવા સત્રના પ્રારંભની સાથે જ સીબીએસઇ બોર્ડ દ્વારા એક સૂચક ટકોર કરવામાં આવી છે. જે મુજબ વાલીઓ ગુણવત્તાસભર શિક્ષણ માટે મનમરજી શાળા બદલી શકશે. વિવિધ કારણો અને પુરાવા રજૂ કરવાની સાથે જ વાલીઓએ શાળા બદલીની અરજી કરવાની રહેશે. તે માટે વાલીઓની અરજી,સીબીએસઇ ધોરણ 9 અને 11નો રજિસ્ટ્રેશન કાર્ડ,ગત વર્ષનું રિપોર્ટ કાર્ડ,અગાઉની શાળાનું ટ્રાન્સફર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તે સાથે જૂની શાળા અને નવી શાળાનાં પાંચ વર્ષનાં બોર્ડનાં પરિણામો જે તે વિદ્યાર્થી દ્વારા પંસદ કરવામાં આવેલા વિષયને ભણાવતા શિક્ષકોની લાયકાતની માહિતી આપવાની રહેશે.

ટ્રાન્સફર સર્ટિફિકેટ માટે 15 જુલાઇની મર્યાદા છે
ધોરણ 10 અને 12 બોર્ડમાં શાળા બદલવા ઇચ્છુક વિદ્યાર્થીઓને 15 જુલાઇ સુધીમાં પ્રક્રિયા આટોપી લેવાની સૂચના અપાઇ છે. તબીબી કારણ,પરિવારનું સ્થળાંતર,મકાન-ઘરનું બદલવું,હોસ્ટેલ બદલવી કે પછી પુન: પ્રવેશમાં મુદ્દે વાલીઓ દ્વારા કરવામાં આવતી અરજીમાં ટ્રાન્સફર સર્ટિફિકેટ ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...