તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CBSE : 100 રી-વેલ્યુએશન અને 500 વેરિફિકેશન ફી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે માન્યતાપ્રપ્ત સ્કુલોમાં સ્ટુડન્ટસ હવે બોર્ડ એક્ઝામના માર્કનું વેરિફિકેશન કરાવી શકે છે. તેની માટે સ્ટુડન્ટસએ હમણાં થોડી રાહ જોવી પડશે.

ધો.10 અને 12નું બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ આવ્યા પછી જ આ વેરિફિકેશન માટે લિંક ઓપન થશે. તેની માટે તેમણે 500 રૂપિયા પ્રતિ સબ્જેક્ટ પ્રમાણે ફી ચૂકવવી પડશે. તે લિંક ઓપન થવાના પાંચમા દિવસ સુધી વેરિફિકેશન માટે એપ્લાય કરી શકે છે.હમણાં જ સીબીએસઈએ પોતાની વેબસાઈટ પર તેને સંબંધિત એક પરિપત્ર મૂક્યો છે.

જેના હિસાબે સ્ટુડન્ટસનું રિઝલ્ટ જાહેર થાય તે પછી 21 દિવસ પછી પોતાની જવાબવહીનું રી વેલ્યુએશન કરાવી શકશે. તેની માટે તેમણે 100 રૂપિયા પ્રતિ સવાલના દરે ફી ચૂકવવી પડશે.

બોર્ડ એક્ઝામ આપનાર સ્ટુડન્ટસ માટે જવાબવહીની ફોટોકોપી આપવાની સુવિધા શરૂ કરાઈ છે. તેની માટે સ્ટુડન્ટસએ ધો.10 માટે રૂ.500 અને ધો.12 માટે રૂ.700 દરેક સબ્જેક્ટ માટે નક્કી કરાયા છે.

Cbse Update

અન્ય સમાચારો પણ છે...