તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Cavadia39s Dogs Will Be Billed For The Dog39s Removal Bill To The Sou Administrator 080019

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડિયાના કૂતરાઓના ખસીકરણનું બિલ SOUના વહીવટદારને મોકલાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેવડિયા કોલોની ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં રખડતા કુતરાના ખસીકરણ-રસીકરણ માટે વડોદરા પાલિકાઅે મોકલેલી બે સંસ્થાના બિલમાંથી અકસ્માતના 11 હજાર રૂપિયાના બિલની બાદબાકી કરીને બાકીના ખર્ચને સ્થાયી સમિતિઅે બહાલી આપી હતી. બીજી તરફ, પાલિકાના વહીવટીતંત્રે પણ આ ખર્ચો પાલિકાના શિરે ના રહે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદારને બિલ મોકલવા તજવીજ હાથ ધરી છે.

શહેરમાં 44 હજાર રખડતા કુતરા હોવાનું નોંધાયુ હતુ અને રખડતા કુતરાનો ત્રાસ નિવારવા માટે તેના ખસીકરણ-રસીકરણ પાછળ વર્ષે 1.50 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઇ પાલિકાના બજેટમાં કરવામાં આવે છે.આ સંજોગોમાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે તા.31 ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. કેવડિયા કોલોનીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના વિસ્તારમાં રખડતા કુતરાનો ત્રાસ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટદાર આઇ કે પટેલે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી આ સમસ્યાનો નિવેડો લાવી આપવા માટે ભલામણ કરી હતી.

શહેરમાં હાલમાં વીએસપીસીએ અને હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઇન્ડિયા એમ બે સંસ્થા કુતરાના ખસીકરણ અને હકડવા વિરોધી રસીકરણની કામગીરી કરી રહી છે. આ બંને સંસ્થા પાસેથી કેવડિયા કોલોનીમાં તા.11 ઓકટોબરથી તા.10 નવેમ્બર 2019 સુધીમાં 120 કુતરાના ખસીકરણ અને હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરાવવામાં આવી હતી. જેમાં વીએસપીસીએનું રૂા.1,88,310નું અને હ્યુમન સોસાયટીનું રૂા.1,73,900નું બિલ ચૂકવણા માટે પાલિકાના માર્કેટ શાખામાં રજૂ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો