તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારણ વિના જાહેરમાં ફરતા 6 જણા પકડાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં પણ કારણ વગર ફરી રહેલા 6 જણાને ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન કેમેરા અને સીસી ટીવી દ્વારા શોધી કાઢી તેમની સામે ગુનો નોંધ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ડ્રોન અને સીસી ટીવી કેમેરાથી રવિવારે દિવસભર સતત મોનટરીંગ કર્યું હતું અને અલગ અલગ વિસ્તારમાં કારણ વગર ફરતા રવિ રાઠોર, સત્યવિરસિંહ રાજપૂત, ચિરાગ પરમાર, પિયુષ બ્રહ્મભટ્ટ, ભાવેશ પરમાર અને વિજય વાઘરીને ઝડપી લઇ તેમની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ હવે આંતરીક રસ્તાઓ પર ફરી રહેલા લોકોને શોધવા ડ્રોન કેમેરાનો પણ બે દિવસથી ઉપયોગ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...