તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ITM યુનિવર્સિટી ખાતે કરિયર ગાઇડન્સ સેમિનાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓના વિઝનને સેટ કરીને સફળ કારકિર્દી બનાવવા માટેના યોગ્ય ઓપશન ઉભા કરવા માટે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા કરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 20 એપ્રિલના રોજ યોજાનાર આ સેમિનારમાં એસએસસી પછી બી.ટેક ઇન્ટીગ્રેટેડ (૩વર્ષ ડિપ્લોમાં + ૩વર્ષ બી.ટેક) ડિપ્લોમાં ઇન હેલ્થ એન્ડ એપ્લાઇડ સાયન્સીસ અને 21 એપ્રિલના રોજ બીબીએ-મેનેજમેન્ટ, બીબીએ-ફાઇનાન્સિયલ સર્વિસ, ઇન્ટીગ્રેટેડ બી.કોમ + એમ.કોમ + સીએ પ્રીપરેશનનું માર્ગદર્શન આપવામાં આવશે. જેની માટે ભાગ લેવા માટે કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી રાખવામાં આવી નથી. કેરિયર કાઉન્સિલિંગના સેશનની શરૂઆત સાંજના 4 વાગ્યેથી મોર્સેલ બેન્કવેટ, ગ્રાઉન્ડ ફ્‌લોર-એટલાન્ટીસ હેરિટેજ, સારાભાઇ મેઇન રોડ, વડોદરા ખાતે રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...