તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Calling The Young Woman From Dubai She Committed A Crime In Vadodara 080015

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવતીને લગ્નની લાલચે દુબઇથી બોલાવી વડોદરામાં દુષ્કર્મ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતી અને દુબઇ નોકરી કરવા ગયેલી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમી યુવકે વડોદરા પાછી બોલાવી હતી અને તેની સાથે અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

શહેરના નિઝામપુરાની યુવતીએ પોલીસમાં મનિષ પ્રવિણ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે એક વર્ષ પહેલાં તેને મનિષ સાથે મિત્રતા થયા બાદ બંને પ્રેમમાં પડ્યાં હતાં. ત્યારબાદ યુવતી દુબઇમાં નોકરી કરવા ગઇ હતી. જોકે ત્યારે પણ બંને વચ્ચે વાતચીત થતી હતી. મનિષે વારંવાર ફોન કરી તું ભારત પાછી આવી જા, મારી ઉંમર થઇ ગઇ છે અને આપણે લગ્ન કરી દઇશું. મનિષે હું બીજી જોડે લગ્ન કરી દઇશ તેવી પણ ધમકી આપી હતી, જેથી યુવતી દુબઇથી પરત આવી હતી. મનિષ તેને લેવા અમદાવાદ એરપોર્ટ પર પણ ગયો હતો. મનિષે તેને હોટલમાં લઇ જવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવતીએ ના પાડી દીધી હતી. ત્યારબાદ મનિષ તેને વેમાલીના ફ્લેટમાં લઇ ગયો હતો અને તેની પર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર પછી પણ મનિષે લગ્નની લાલચ આપી તેને હાલોલ અને સાંઢાસાલ લઇ ગયો હતો, જ્યાં પણ તેણે યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ મનિષના પરિવારે લગ્ન માટે દહેજ માગ્યું હતું, જે યુવતી આપી શકે તેમ ના હોવાથી મનિષે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી વિવિધ લોકોની પુછપરછ કરવાની પ્રક્રિયા આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો