તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Caa Brought In To Distract Attention From A Deteriorating Economy Sinha 080533

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગડતી અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા CAA લવાયું છે: સિંહા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વ નાણાં- વિદેશ પ્રધાન યશવંત સિંહાની ગાંધી શાંતિ યાત્રાને રાજકીય રંજ રાખીને વાણિજ્ય ભવન ખાતેની મંજૂરી કેન્સલ કરી નાખવામાં આવી હતી. જેના પગલે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. તેમણે બગડતી અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા સીએએ લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા રહી ચૂકેલા અને વિદેશ અને નાણાં મંત્રીની જવાબદારી નિભાવનારા યશવંત સિંહા દ્વારા ગાંધી શાંતિ યાત્રાનું આયોજન કરાયું છે. જેનો કાર્યક્રમ શહેરમાં વાણિજ્ય ભવન ખાતે રખાયો હતો. જોકે તેની પરવાનગી કેન્સલ કરી નખાઇ હતી. જેના પગલે કાર્યક્રમનું સ્થળ બદલવું પડ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે રાજકીય રંજ રાખીને વાણિજ્ય ભવન ખાતેની પરવાનગી કેન્સલ કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા. પૂર્વ નાણાં અને વિદેશ મંત્રી યશવંત સિંહાએ જણાવ્યું હતું કે જેવી રીતે સોનિયા ગાંધી,અનનાન સામી સહિતના લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવી છે તે પ્રકારે જ બીજા લોકોને પણ આપી શકાય તેમ છે. જેના માટે સીએએ કાનૂન બનાવવાની જરૂર નથી. હાલમાં અર્થ વ્યવસ્થાની ગંભીર સ્થિતિ છે. જેના પરથી ધ્યાન ભટકાવવા માટે સીએએ લાવવામાં આવ્યું છે. પોતાની વોટ બેન્કને મજબૂત કરવાનો પણ આ કાનૂન પાછળનો આશય છે. પ્રજાતાંત્રિક પરંપરાથી વિપરીત વસ્તુઓ દેશમાં બની રહી છે. જેએનયુમાં થયેલી હિંસા- ની તપાસ થવી જોઇએ. પોલીસ હજુ સુધી એક પણ આરોપીને પકડી શકી નથી. પોલીસની હાજરીમાં જ જેએનયુમાં તોડફોડની ઘટના બની છે. સરકાર ડરાવી રહી છે અને સરકારી પક્ષે જે લોકો છે તે પણ મનફાવે તે રીતે તંત્રનો દુરુપયોગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો