તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Bullet Trains Are Pressed For The Consent Award Farmers39 Dilemma 041037

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેનના સંમતિ એવોર્ડ માટે દબાણ થાય છે: ખેડૂતોનો અાક્ષેપ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક જ ગામનાં ખેતરોની જમીનની જંત્રી જુદી જુદી ગણીને ખેડૂતોને સંમતિ એવોર્ડ કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરાઇ રહ્યો છે.

એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું કે,આમોદ તાલુકાના દોરા ગામ ખાતે ખેડૂતોની મીટિંગ મળી હતી. આ મીટિંગમાં બુલેટ ટ્રેન માટે સંમતિ એવોર્ડ કરવા ખેડૂતોનો અધિકારી દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે અધિકારીઓ એક જ ગામમાં અડીને આવેલ ખેતરોની જમીનની જંત્રી જુદી-જુદી ગણીને ખેડૂતોને સંમતિ એવોર્ડ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના દાખલા બહાર આ‌વ્યા છે. જેમાં ખેડૂતો દ્વારા સંમતિ એવોર્ડ કરવાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. હસમુખ ભટ્ટે વધુમાં જણાવ્યું કે, જમીન સંપાદન અધિકારીએ કલમ-19નું જાહેરનામું જાહેર કરવું જોઈએ.ખેડૂતો સાથે સંમતિ એવોર્ડ કરતી વખતે જમીનની બજાર કિંમત સ્વીકારીને 2013ના કાયદા પ્રમાણે ખેડૂતોને સંમતિ એવોર્ડ કરવા સરકારે પગલાં ભરવાં જોઈએ.

આજથી ત્રણ દિવસ 3 ટાંકી વિસ્તારમાં પાણીકાપ રહેશે
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

શહેરના દક્ષિણ વિસ્તારની ત્રણ ટાંકી ની સફાઇને પગલે 27 તારીખ થી 1 માર્ચ સુધી 2 લાખ લોકોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.

તા.26મીએલાલબાગ ટાંકીના સંપની સફાઇ કરાશે. જેમાં માંજલપુર વિસ્તારમાં સહિત આર.વી.દેસાઇ રોડની આસપાસમાં પાણીકાપનો સામનો કરવો પડશે. તા.27ના રોજ જાંબુવા ટાંકીની સફાઇની કામગીરીના પગલે મકરપુરા સહિતના વિસ્તારોમાં પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. તા.26મીએ લાલબાગ ટાંકીના સ્રાવ વિસ્તારમાં 27મીએ પણ હળવા દબાણથી પાણી પૂરું પડાશે. તેવી જ રીતે,જાંબુવા ટાંકી અને જીઆઇડીસી ટાંકી વિસ્તારમાં માં તા.28મીએ પાણી મળશે નહીં .

સ્વાઇન ફ્લૂથી વૃદ્વ અને મહિલાનું મોત
હેલ્થ રિપોર્ટર | વડોદરા

શહેરમાં વકરેલા સ્વાઇન ફ્લૂને પગલે રવિવારે તાંદલજાની 35 વર્ષીય મહિલા અને સોમવારે નવાયાર્ડ વિસ્તારના 75 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ સાથે શહેર -જિલ્લાનો સત્તાવાર મૃત્યુઆંક 23 થયો છે. એસએસજીમાં થયેલા ટેસ્ટ પૈકી 23 શંકાસ્પદ પૈકી 6 સેમ્પલ પોઝિટિવ આવ્યાં છે. જેમાં એક ભરૂચના દર્દીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો