તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Bringing Abhinandan Back To Safety Prayer In The City For The Well Being Of Wing Commander Of Pakistan 040649

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અિભનંદનને સહીસલામત પાછો લાવો | પાકિસ્તાને પકડેલા િવંગ કમાન્ડરની સુખાકારી માટે શહેરમાં પ્રાર્થના

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીંગ કમાંડર અંભિનંદન પાકિસ્તાન સૈન્ય ના હાથે પકડાઈ જતાં કારેલીબાગ વ્રજવિહાર ફલેટના રહીશો તેને વહેલી તકે પાકિસ્તાન છોડી મૂકવામાં આવે તેવી વીંગ કમાંડરના ફોટા સાથે પ્રાર્થના કરી હતી.

વડોદરા | ભારતીય વાયુદળના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું મીગ-21 ફાઈટર જેટ ક્રેશ થતાં પાકિસ્તાન આર્મી દ્વારા ઝડપી લેવાયા છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા દેશભરમાં લોકો દ્વારા વિંગ કમાન્ડર અભિનંદન સહીસલામત દેશમાં પાછા ફરે તે માટે પ્રાર્થનાઓ શરૂ થઈ છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ વાયુદળના જવાનને પાછા લાવવા માટે પ્રયત્નો શરૂ કરાયા છે. શહેરમાં કારેલીબાગ,અલકાપુરી,માંડવી,માંજલપુર,હરણી,વાસણા સહિતના અનેક સ્થળો પર શહેરીજનોએ વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનના ફોટા સાથે તેઓ પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી.મંદિરો તેમજ યજ્ઞશાળાઓમાં ગુરૂવારના રોજ વિંગ કમાંન્ડરને ઉણી આંચ પણ ન આવે અને તેઓ સહિસલામત પરત ફરે તે માટે યજ્ઞનું પણ આયોજન કરાયું છે. વિંગ કમાન્ડર અભિનંદન 35 વર્ષના છે, અને તેઓ તામિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીકના સેલાયુરના નિવાસી છે. તેમના પિતા નિવૃત એરમાર્શલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો