તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BOB દ્વારા કોવિડ-19 સામે સુરક્ષિત પ્રેક્ટિસ માટે નાણાકીય સહાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | બેંક ઓફ બરોડા, ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક દ્વારા તેના વ્યવસાય પ્રતિનિધિઓ માટે તેમની કામકાજની જગ્યાની હાઇ-જેનિક સેફ્ટી માટે નાણાકીય સમર્થનની જાહેરાત કરાઇ છે. કોવિડ-19 સામે તેના ગ્રાહકો, જાહેર જનતા તેમજ વ્યવસાય પ્રતિનિધિઓના રક્ષણ માટે જાહેર ક્ષેત્રની બેંકોમાં BOB દ્વારા કરાયેલી આ સૌપ્રથમ પહેલ છે. કોવિડ-19ના ફેલાવાને રોકવા બેંકે દરેક કાર્યરત વ્યવસાય પ્રતિનિધિઓને તેમની કામકાજની જગ્યાને હાઇજેનિક રાખવા સેનિટાઇઝર, માસ્ક અને મોજા ખરીદવા રૂા.2000નું નાણાકીય સમર્થન આપવાનું નક્કી કર્યું છે. જે વ્યવસાય સહાયકના ખાતામાં જમા કરી દેવાઇ છે. વધુમાં તેમની સેવાઓ ચાલુ રાખવા પ્રોત્સાહિત કરાશે.
અન્ય સમાચારો પણ છે...