તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Blows On The Entry Point Issue On The Final Day Of The Footprint Competition 040519

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂટપ્રિન્ટ સ્પર્ધાના અંતિમ દિવસે એન્ટ્રી મુદ્દે મારામારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં દર વર્ષે યોજાતી ફૂટપ્રીન્ટ સ્પર્ધામાં છેલ્લા દિવસે સીનીયર વિદ્યાર્થી નેતાઓ પાસે એન્ટ્રીના પાસ માંગવામાં આવ્યા હોવાના મુદે વિદ્યાર્થીઓને મારમારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી. સીનીયર વિદ્યાર્થી નેતાએ સમાધાન કરાવતા આ બનાવ અંગે કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ ના હતી.

યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજાતી ટેકનીકલ ઇવેન્ટ ફૂટપ્રીન્ટના છેલ્લા દિવસે ટેકનોલોજીમાં વર્ચસ્વ ધરાવતા વિદ્યાર્થી સંગઠનના એક નેતાને પાસ વગર એન્ટ્રી આપવા નહિ દેવામાં આવતા વિવાદ થયો હતો. વિદ્યાર્થી નેતાએ ઇવેન્ટ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને મારવામાં આવતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ ઉભો થયો હતો. સીકયીરીટી તથા બાઉન્સરોની હાજરીમાં ઘટના બની હોવા છતાં પણ કોઇ વચ્ચે પડયું ના હતું. આ વિવાદ વકરે નહિ તે માટે મોડી સાંજે સીનીયર વિદ્યાર્થી નેતા દ્વારા સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ઇવેન્ટના ઓર્ગેનાઇઝરો અને ફેકલ્ટી સત્તાધીશો આવી કોઇ ઘટના બની ના હોવાનું કહી રહ્યા છે. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હોવાના કારણે કશું બોલવા તૈયાર નથીે. સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો