ડેરીમાં દૂધ ભરવાના મુદ્દે પશુપાલકો વચ્ચે મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડમાં દૂધ ભરવાના મુદ્દે બોલાચાલી બાદ મારામારી થતાં બે જણને ઇજા થઇ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ધરપકડની તજવીજ હાથ ધરી છે.

ગોરવા રબારીવાસમાં રહેતા જયેશ કનુ રબારી લાભ રેસીડન્સી પાસે ધી ગોરવા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં સભ્ય છે. શનિવારે સવારે તે 13 વર્ષના દીકરા કેવલને લઇ ડેરીમાં દૂધ ભરવા જતાં રબારી વાસમાં જ રહેતા ગોપાલ નાગજી રબારીએ તેનું દૂધ લેવામાં આવશે નહિ તેમ કહ્યું હતું. તેણે ઠરાવ માગતા ઉશ્કેરાયેલા ગોપાલ રબારીએ દૂધ હલાવવાનું પંજર લઇ મારતાં તેના દીકરા કેવલને ઇજા થઇ હતી. તેણે ગોપાલ રબારી અને નાગજી રબારી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. સામા પક્ષે ગોપાલ રબારીએ ફરિયાદ કરી કે, ડેરીના મંત્રી દિલીપ રબારીએ ઠરાવ વાંચી લો, પછી દૂધ લેવામાં આવશે તેમ કહેતા જયેશે ઝઘડો કરી માથમાં બરણી મારી હતી. મુકેશ, કનુ અને પરેશ રબારીએ ઉપરાણું લઇ ઝઘડો કરતાં ચારે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...