તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Blood Donation Camp Organized By Unity Social Group At Mogulwada 075610

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોગલવાડા ખાતે યુનિટી સોશિયલ ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંજલપુર ખાતે રક્તદાન શિબિરનું આયોજન

વડોદરા | કાલુપુરા બેંકની માંજલપુર શાખાના 11મા સ્થાપના દિન નિમિત્તે શાખામાં તા.13 માર્ચને શુક્રવારને 2020ના રોજ સવારે 9.30 કલાકે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તથા મંગલદીપ પ્રાગટ્યનો સમય સવારે 9.30 કલાકે રાખવામાં આવ્યો છે.

અાજે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા રેલવે સ્ટેશન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન

વડોદરા | વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના મહામંત્રી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જે.જી.માહુરકર ના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ, વડોદરા મંડળ દ્વારા તા.13 માર્ચને શુક્રવારના રોજ સવારે 8.30 કલાકે રેલ્વે સ્ટેશન, વડોદરા ખાતે મહા રક્તદાન શિબીરનું આયોજન
કરવામાં આવ્યું છે.

વેંકટેશ બાલાજી મંદિર ખાતે ડાયાબિટીસ, વજન ચકાસણી આધારે સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન

વડોદરા | વેંકટેશ બાલાજી મંદિર ખાતે તા.13 માર્ચને શુક્રવારના રોજ સવારે 8.30 થી બપોરે 12.00 કલાક દરમિયાન વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલી બાગ સામે, રાવપુરા ખાતે રાહત દરે આરોગ્ય ચિકિત્સા કેમ્પમાં ડાયાબિટીસ, વજન ચકાસણી આધારે સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

હરણી વારસિયા રિંગ રોડ ખાતે સુંદરકાંડ પાઠ

હરસિધ્ધી ફોમ લેધર ફેબ્રીક્સ એન્ડ ફર્નીશીંગ દ્વારા તા.13 માર્ચને શુક્રવારને 2020ના રોજ રાત્રે 8.30 કલાકે ક્રિષ્ણાલીલા શોપીંગ સેન્ટર, હરણી વારસિયા રિંગ રોડ, વડોદરા ખાતે અતુલભાઇ પુરોહિત(બાપજી)ના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

‘મા બાપની જાગૃિત’ વિષય પર વક્તવ્ય

વડોદરા | સિનિયર સિટિઝન્સ એસોસિએશન, હરણી રોડ, કારેલીબાગ કેન્દ્ર દ્વારા તા.13 માર્ચને શુક્રવારને 2020ના રોજ સાંજે 5.30 કલાકે સિનિયર સિટિઝન્સ એસોસિએશન સભાખંડ ખાતે કમલેશભાઇ એ. શાહ દ્વારા વક્તવ્ય ‘મા બાપની જાગૃકતા’ એ વિષય પર આયોજન કરાયું છે.

વાડી નવગજાપીરના મહોલ્લામાં ઉર્સે કલંદર નિમિત્તે રાતીબે રિફાઈનો જલ્સો

વડોદરા | તા.13મીને શુક્રવારે કલંદર શહિદના ઉર્સની ઉજવણીના ભાગરૂપે રાત્રે ઈશાની નમાઝ પછી 10 કલાકે વાડી, મોટી-વ્હોરવાડ, નવગજાપીરના મહોલ્લામાં ખાનકાહે રિફાઈયાના સજ્જાદાનશીન કમાલુદ્દીન રિફાઈની સદારતમાં રાતીબે રિફાઈનો જલાલી જલ્સો રાખવામાં આવેલ છે.

14મીએ વાકળ સેવા કેન્દ્ર ખાતે હોળી મિલન કાર્યક્રમનું આયોજન

વડોદરા | માથુર વૈશ્ય શાખા સભા, વડોદરા દ્વારા તા.14 માર્ચને શનિવારને 2020ના રોજ સાંજે 6.00 કલાકે વાકળ સેવા કેન્દ્ર, સયાજીગંજ, વડોદરા ખાતે હોળી મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાસ્ય કલાકાર ડો.રાજેન્દ્ર કે. હાથી તથા અવનીબેન વ્યાસ હાસ્યરસ રજૂ કરશે.

કારેલીબાગમાં 28મીના રોજ વક્તૃત્વ સ્પર્ધા

વડોદરા | કારેલીબાગ ભગિની સમાજ ટ્રસ્ટ સંચાલિત મહિલા મંડળની સભાસદ બહેનો માટે તા.28 માર્ચને 2020ના રોજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય ‘બળાત્કારની બનતી ઘટના માટે ક્યા પરિબળો જવાબદાર’ ? તો ઇચ્છુકોએ તા.24 માર્ચ 2020 સુધીમાં બપોરે 3.30 થી સાંજે 5.00 કલાક દરમિયાન સંસ્થાના મકાનમાં નામ નોંધાવવાના રહેશે. એમ એક યાદીમાં જણાવાયું છે.

માંડવી ખાતે ‘ગુજરાતી સુગમ સંગીત સ્પર્ધા’ યોજાશે

વડોદરા | કલ્યાણરાયજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ, કલ્યાણપ્રાસાદ સમન્વય સુરસપ્તક દ્વારા તા.13 માર્ચને શુક્રવારને 2020ના રોજ સાંજે 4.00 કલાકે કલ્યાણ પ્રાસદ, બેંક રોડ, માંડવી, વડોદરા ખાતે ‘ગુજરાતી સુગમ સંગીત સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે.

કમુબાળા હોલ ખાતે સ્ત્રી નિકેતન વડોદરા દ્વારા વાર્ષિક સંમેલનનું આયોજન

વડોદરા | સ્ત્રી નિકેતન વડોદરા દ્વારા વાર્ષિક સંમેલનનું આયોજન વષૅ દરમિયાન થયેલા પ્રોગ્રામના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ કમુબાળા હોલ ખાતે, સંત કબીર રોડ, વડોદરા ખાતે તા.16 માર્ચને સોમવારને 2020ના રોજ બપોરે 3.00 કલાકે રાખવામાં આવ્યો છે.

કરોડિયા ગામ, વડોદરા ખાતે ચોથો સમૂહ લગ્નોત્સવ

વડોદરા | સમસ્ત કરોડિયાના ગ્રામજનો તથા મહોણી માં યુવા ગ્રૂપ દ્વારા ચોથો સમૂહ લગ્નોત્સવ તા.25 એપ્રિલ 2020ના રોજ મહોણી માતાજીનું મંદિર, કરોડિયા ગામ, વડોદરા ખાતે યોજાનાર છે. આ અંગે વધુ માહિતી મેળવવા તથા તેમા ભાગ લેવા ઇચ્છુકોએ મંદિરમાં સંપર્ક કરવા જણાવ્યું છે. એમ મહોણી માં યુવા ગ્રૂપ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા અધિવેશન

અખિલ ભારતીય સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવેલ ચાલું વર્ષ માર્ચ-2020ની પાંચમાં સાઉથ એશિયા અધિવેશન યોજવામાં આવી હતી. જેમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગર્વમેન્ટના પ્રમુખ અને વડોદરાના પૂર્વ મેયર રણજીત ચવાણ, કાર્યપાલક સલાહકાર હંસાબેન પટેલ, વડોદરાના મેયર ડો.જિગીષાબેન શેઠ, અમદાવાદનાં મેયર બીજલબેન પટેલ, રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ, જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા, સુરતના મેયર જગદીશ પટેલ, ભાવનગરના પૂર્વ મેયર સુરેશ ધાંદલિયા વગેરે દ્રશ્યમાન થાય છે.

વારસિયામાં સંત બાબા બાલકરામ મંદિરે માતા રાણીની ચોકીનો કાર્યક્રમ

વડોદરા | શહેરના વારસિયા વિસ્તારમાં સંત કવર કોલોનીમાં આવેલ બાબા બાલકરામ મંદિર ખાતે સિંધી સમાજના બ્રહ્મલીન સંત બાબા બાલકરામજીના વર્ષી ઉત્સવ પર્વે માતારાણીની ચોકીના ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.11મી માર્ચના રોજ બાબા બાલકરામ સાહેબની મંડળની દ્વારા હવન, સંતોના પ્રવચન અને ભજન યોજાયા હતા. તા.12 માર્ચના રોજ સતગુરુ પરમહંસ આનંદપુર દરબારનો સત્સંગ, પ્રેમપ્રકાશ આશ્રમના અશોક મહારાજનું પ્રવચન પોઇ સાંઇ વિનોદકુમારનો સત્સંગ યોજાયો હતો. તદઉપરાંત તા.13,માર્ચને શુક્રવારના રોજ સાંજે 6.00 થી 10.00 કલાક દરમિયાન માતા રાણીની ચોકીનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાત્રે 11.30 કલાકે ધમેન્દ્ર શર્મા સાંઇ મુરલીભાઇ ઉલ્હાસનગરનો સત્સંગ, પ્રવચન થશે. તેમ બાબા બાલકરામ મંદિરના નવીન તોલીનીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

ગાયત્રી મહામંત્ર જપના સાધના અનુષ્ઠાનની પૂર્ણાહુતિ

સ્ટેપિંગ પ્લે સ્કૂલની વિદ્યાર્થિની ક્વિઝ સ્પર્ધામાં વિજેતા

હરણી રોડ પર હોળી કે રસિયાનો કાર્યક્રમ

_photocaption_યુનિટી સોશિયલ ગ્રૂપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. યુનિટી સોશિયલ ગ્રૂપ દ્વારા ઘુળેટી નિમિત્તે મોગલવાડા, બકરીપોળ ખાતે આવેલ સુલૈમાની જમાતખાનામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 325 રક્તદાતાઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાનપદે વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મુફ્તિ ઈબ્રાહિમ ગોલાવાલા સહિત સંસ્થાના જાવેદ ધુપેલવાલા, યાકુબ તનસુજવાલા, આરીફ આરેફીનવાલા સહિત સભ્યો હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક રક્તદાતાઓને ગિફ્ટ પણ આપવામાં આવી હતી.*photocaption*

_photocaption_વડતાલ શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પુનમના રોજ ભવ્યાતિભવ્ય રીતે પ્રથમવાર કોરોના વાયરસ ઇફેક્ટના કારણે પાણી મિશ્રણવિના માત્ર કોરા રંગો અને પુષ્પપાંદડીથી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજના સાનિધ્યમાં રંગોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયના સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ કથા દર્શન તથા રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.*photocaption*

દિલ્હી સ્થિત કોંકવેસ્ટ આઇ.ક્યુ. ઓલિમ્પિયાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્ટેપિંગ પ્લે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચાર્વી શાહનો સમગ્ર દેશમાં નવમો ક્રમાંક આવ્યો છે.

_photocaption_હરણી રોડ પર આવેલ વૃંદાવન ટાઉનશિપ ખાતે હોળી કે રસિયા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. જેમાં વિવિધ પ્રકારના ફૂલોથી હોળી રમવામાં આવી હતી.*photocaption*

_photocaption_અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, ગાયત્રી શક્તિપીઠ કાયાવરોહણ તા.ડભોઈ જી.વડોદરા ખાતે 40 દિવસીય સવા લક્ષ ગાયત્રી મહામંત્ર જપના સાધના અનુષ્ઠાનની પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં તા.2 માર્ચથી તા.10 માર્ચ 2020 દરમિયાન નવ દિવસીય સામૂહિક અનુષ્ઠાનનંુ આયોજન સંપન્ન થયું હતું.*photocaption*

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

અથવા નીચેના સરનામે મોકલી અાપોે
| એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો