તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળા પથ્થરોની માઇન્સોમાંથી ચોરી : ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડે છાપો મારતા પોલ ખુલ્લી પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ડેસર પાસેના સેવાલીયા, ટીંબા પાસેની મહીસાગર નદીમાંથી ક્વોરી ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાતા કાળા પથ્થરોની માઇન્સોમાંથી ખનીજ મોટાપાયે ચોરી કરતા ખનીજ માફીયાઓને ત્યાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડની ટીમ દ્વારા છાપો મારતા મોટાપાયે ખનીજ ચોરી ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો અને સ્થાનિક અધિકારીઓ ઉંઘતા ઝડપાયા હતા.

ઉદલપુર, સેવાલીયા, ગોધરા રોડ પર મોટાપાયે ક્વોરી ઉદ્યોગો આવેલા છે. જ્યાં કપચી, ગ્રીટ મેટલ જેવા ઉત્પાદનો થતા હોય છે. જેના માટે કાળા પથ્થરોની જરૂર રહેતી હોય છે. જો ટીંબા સેવાલીયા વચ્ચે આવેલ મહી નદી તેમજ આસપાસના વિસ્તારોમાં મોટાપાયે સરળતાથી મળી રહે છે. ત્યારે સરકાર દ્વારા આ પથ્થરો કાઢવા માટે કાયદેસરની લીઝો આપવામાં આવે છે. ત્યારે કેટલાંક ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીનમાં ઉંડુ ખોદકામ કરી તેના પેટાળમાંથી મોટાપાયે ખનીજોની ચોરી કરતાજોવા મળ્યા હતા. ત્યારે કેટલીક વાર સ્થાનિક જિલ્લા કક્ષાની ટીમો દ્વારા દેખાવ પુરતું છાપા મારી મામુલી દંડ ફટકારીને કાર્યાવાહી કરી લેતા હોય છે. પરંતુ આજરોજ સેવાલીયા-ટીંબા પાસેની મહીનદીમાં આવેલી ઘણી બધી ખનીજની માઇન્સોમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વરા દરોડા પાડવામાં આવ્યા હતા.

જેમાં મોટાપાયે ગેરકાયદેસર લીઝ હોવાનું જોવા મળ્યું હતું. તો કેટલાંક ખનીજ માફીયાઓ દ્વારા તપાસ માટે ટીમ આવવાની બાતમી મળી જતા માઇન્સોમાં પાણી ભરી દીધા હતા. ત્યારે ગાંધીનગરથી તપાસ અર્થે આવેલ સીનીયર ભૂસ્તર શાસ્ત્રીની અધ્યક્ષતામાં તેઓએ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરની ખાનખનીજ વિભાગની ટીમના કેટલાંક અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો