ભાજપ કોંગ્રેસની સામસામી નારેબાજી લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા સંસદીય બેઠક માટે મુખ્ય હરીફ એવા ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ દાંડિયાબજાર પાસે સામસામે નારેબાજી લગાવતા પ્રચારમાં ગરમાવો આવી ગયો હતો.

ચૂંટણી પ્રચાર યુધ્ધમાં ભાજપના કાર્યકરો રેલી સ્વરૂપે દાંડિયાબજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોંગી કાર્યકરો નજીકમાં જ ઉભા હતા.ભાજપના કાર્યકરોએ ગલી ગલી મેં નારા હૈના નારા લગાવ્યા હતા તો સામે કોંગ્રેસે ચોકીદાર ચોર હૈનો જવાબ આપતા શાબ્દિક યુધ્ધ છેડાયુ હતુ. જોકે, પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે દરમ્યાનગીરી કરી કોંગી કાર્યકરોને શાંત પાડતા સ્થિતિ કાબુમાં રહી હતી.

અન્ય સમાચારો પણ છે...