BJP દ્વારા કાઉન્સિલરો-આગેવાનોને ગરીબોને ‘સીધુ’ આપવાની સૂચના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ખાૈફ વચ્ચે જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તે માટે ભાજપે કાઉન્સિલરો અને આગેવાનોને તેમના વિસ્તારના ગરીબ લોકોની યાદી તૈયાર કરીને સીધુ પહોંચતુ કરવાની સૂચના આપી છે તો બીજી તરફ કોંગ્રેસે કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.શહેરમાં કોરોનાના માહોલ વચ્ચે રોજેરોજ કમાઇને રોજેરોજ ખાતા ગરીબ લોકોને લોકડાઉનની સ્થિતિમાં શુ કમાવુ ને શુ ખાવુ તેવો યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.કુદરતી આપતિ ટાણે ભોજન માટે ભંડારા કરાતા હતા પણ કોરોના વાયરસનો ચેપ વધુ ના પ્રસરે તે માટે ભીડ કરવા પર પ્રતિબંધ છે ત્યારે જરૂરિયાતમંદોને ખોરાક પહોંચતો કરવાની દિશામાં રાજકિય પક્ષોએ પણ કવાયત આદરી છે. ભાજપના કાઉન્સિલરોને-સંગઠનનના હોદ્દેદારોને હાલમાં વિસ્તારમાં ફરીને જરૂરિયાતમંદોની યાદી મેળવવાની સૂચના ભાજપે આપી છે અને તેમાં જે જરૂરિયાતમંદ હોય તેવા લોકોને અઠવાડિયા માટેનું ‘સીધુ’ અથવા બંને ટાઇમ તૈયાર ખોરાક પહોંચતો કરવાનો રહેશે.

બીજી તરફ, શહેર કોંગ્રેસે દાંડિયાબજાર ખાતેના કાર્યાલયમાં જ કંટ્રોલરૂમ શરૂ કર્યો છે. જેમાં, હેલ્પલાઇન મોબાઇલ નંબર થકી નાગરિકો જમવાની,માસ્ક,દવા,એમ્બ્યુલન્સની સાથોસાથ સરકારી માહિતી પણ પૂરી પડાશે. વધુમાં, શુક્રવારે છાણી સ્થિત જૂની પટેલ વાડી ખાતે કોંગ્રેસ દ્વારા રસોડુ શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસે કંટ્રોલરૂમ શરૂ કર્યો, શુક્રવારે છાણીમાં રસોડું શરૂ થશે

વિસ્તારના જરૂરિયાતમંદોની યાદી બનાવી અભિયાન શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...