તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનાં ઉમેદવારનો સૌથી વધુ 20 લાખનો પ્રચાર ખર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી-2019માં વડોદરાની બેઠક પર ચૂંટણી લડતાં 13 ઉમેદવારે 17 એપ્રિલના રોજ બીજા તબક્કાનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જેમાં 15 એપ્રિલ સુધીમાં સૌથી વધુ ખર્ચ ભાજપનાં ઉમેદવાર રંજનબેન ભટ્ટે રૂ.20.04 લાખ જ્યારે સૌથી ઓછો ખર્ચ અપક્ષ ઉમેદવાર નિમેશ પટેલે રૂ.25,160નો કર્યો છે.બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે રૂ.8.57 લાખનો ખર્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, 13 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના ચૂંટણી ખર્ચમાં રંજનબેન ભટ્ટે રૂ.14.45 લાખનો ખર્ચ રજૂ કર્યો હતો.

ભારતના ચૂંટણી પંચે ઠરાવેલી ખર્ચ મર્યાદા પ્રમાણે લોકસભાની ચૂંટણી લડતો પ્રત્યેક ઉમેદવાર રૂ.70 લાખ સુધીનો મહત્તમ ખર્ચ ચૂંટણી પ્રચાર સહિતના ચૂંટણી લડવા સાથે સંલગ્ન આનુષાંગિક કામો માટે કરી શકે છે. ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોને 13,17 અને 21 એપ્રિલ આમ ત્રણ તબક્કામાં ખર્ચનો હિસાબ રજૂ કરવા સૂચના અપાઇ છે.ચૂંટણી ખર્ચમાં મોટે ભાગે ડિપોઝિટ ભરવા, ઉમેદવારી પત્ર ભરવા માટે જરૂરી નોટરી,સ્ટેમ્પનો ખર્ચ, સરઘસ અને રેલીનો ખર્ચ તેમજ જમણવારનો સમાવેશ થાય છે.

15 એપ્રિલ સુધી કયા ઉમેદવારે કેટલો ખર્ચ કર્યો
રંજનબેન ભટ્ટ : 20,04,198

પ્રશાંત પટેલ : 8,57,965

સુભાષસિંહ જાટ : 3,65,930

મધુસુદન રોહિત : 1,15,470

તપન દાસગુપ્તા : 1,02,938

કાલીદાસ પટેલ : 57,489

રીન્કુ ગોહિલ : 32,700

સંતોષ સોલંકી : 29,000

યાસીનઅલી પોલરા : 28,500

મહેબુબખાન સિંધી : 25,400

મોહસીનમિયાં સૈયદ : 25,220

રાહુલ વ્યાસ : 25,170

નિમેષ પટેલ : 25,160

અન્ય સમાચારો પણ છે...