તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિઝામપુરામાં બાઈકસવાર વૃદ્ધાનો અછોડો તોડી ફરાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના નિઝામપુરા વિસ્તારમાં ભવાનીપુરા સોસાયટી પાસે ચાલતાં પસાર થઇ રહેલી વૃદ્ધાના ગળામાંથી બાઇક પર આવેલા બે શખ્સ સાેનાની ચેઇન તોડી ફરાર થઇ ગયા હતા.

નિઝામપુરામાં મહેસાણાનગર સર્કલ પાસે ફર્ટિલાઇઝરનગરમાં રહેતાં 60 વર્ષીય ઉમાબેન ધીરુભાઇ ચૌધરી ગુરુવારે તેમના ભાઇ અને પુત્રી સાથે નિઝામપુરા સેન્ટ્રલ બેંકમાં ગયાં હતાં અને ત્યાં નોકરી કરતી પુત્રી પાસેથી પૈસા લઇ બેંકની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સોનાની દુકાનમાં ગયાં હતાં. ત્યાંથી તેમણે ગિફ્ટ લીધી હતી અને ત્યારબાદ બપોરના 3-35 વાગ્યાના અરસામાં ત્રણેય ચાલતાં ચાલતાં ડિલક્ષ ચાર રસ્તાથી જૈન મંદિર થઇ ભવાનીપુરા સોસાયટીના નાકા પાસે આવતાં સામેથી બાઇક પર બે શખ્સ ધસી આવ્યા હતા અને ઉમાબેનના ગળામાંથી સોનાની 2 તોલાની ચેઇન (કિંમત 50 હજાર) તોડી લઇને ડિલક્ષ ચાર રસ્તા તરફ ભાગી છૂટ્યા હતા. વૃદ્ધાએ બૂમાબૂમ કરી પોલીસને ફોન કર્યો હતો.પોલીસે ઘટના સ્થળે ધસી જઇ વધુ તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...