તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન બાબતે મોટાભાઇઅે નાનાને માર માર્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટણા ગામે જમીન મામલે બોલાવેલા પંચ સામે જ મોટા ભાઈએ નાના ભાઈને માર મારતાં બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર વડોદરાના કોટણા ગામે ડેરીવાળા ફળિયામાં અજીતભાઈ ગોહિલ રહે છે. જેઓ કોટણા ગામે ગ્રામીણ ડાક સેવક તરીકે ફરજ બજાવે છે. અજીતભાઈના મોટા ભાઈ કનુભાઈ સાથે જમીન બાબતે અવાર-નવાર ઝઘડો થતો રહે છે. ગઈ કાલે તેઓના ઘરે જમીનના ઝઘડા બાબતે પંચ બેસાડેલું હતું. જેમાં મોટા ભાઈ કનુભાઈઅે એકાએક ઉશ્કેરાઈ જઈ અજીતભાઈને માર માર્યો હતો. જેમાં અજીતભાઈના છાતીના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. ઘટનાના પગલે નંદેસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...