તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Bhaskar Pakistan Is A Senseless Nation What Should I Do Answer Yes He Makes A Furry Learn War Lessons 040638

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર ઃ પાકિસ્તાન અાતંકી રાષ્ટ્ર છે? શું કરવું જોઈએ? જવાબ ઃ હા, એ મુરખ બનાવે છે, યુદ્ધ કરી પાઠ ભણાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનતિર્થ પાલીતાણામાં અસામાજિક તત્વો દ્વારા સાધુ-સાધ્વી તેમજ જૈન શ્રધ્ધાળુઓ સાથે થતી ગેરવર્તણુક જેવી સમસ્યાઓથી ઘેરાઈ ગયેલા જૈનતિર્થને દુષણોથી મુક્ત કરવા માટે જૈન આચાર્ય વિમલસાગરસૂરિજી મહારાજે ‘મિશન પાલીતાણા’ હેઠળ 5 રાજ્યોમાં 2350 કિ.મીની પદયાત્રા શરૂ કરી છે. પોતાની પદયાત્રા દરમિયાન તેઓ અલગ અલગ શહેરોમાં 100 સભાઓમાં ક્રાંતીકારી પ્રવચન આપશે. 2 માર્ચના રોજ વડોદરામાં પધારનાર આચાર્ય વિમલસાગરસૂરિજી મહારાજે દિવ્યભાસ્કરને જણાવ્યું કે,પાકિસ્તાન એક આતંકવાદી રાષ્ટ્ર છે,દેશની શાંતી અને પ્રગતી માટે પાકિસ્તાન સામે યોજનાબધ્ધ યુધ્ધ કરી તેને પાઠ ભણાવવો પડશે. જ્યારે આ.વિમલસાગરસૂરિજી મહારાજ સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો નીચે મુજબ છે.

મિશન પાલીતાણા અંતર્ગત આચાર્ય શનિવારે વડોદરામાં ક્રાંતિકારી પ્રવચન આપશે
આચાર્ય િવમલસાગરસૂરિજી સાથે વાતચીત..
પ્રશ્ન-1 : શું તમે પાકિસ્તાનને આતંકવાદ રાષ્ટ્ર માનો છો? જવાબ : હાં. પાકિસ્તાને પહેલાથી જ આતંકવાદીઓને પોતાની જમીન પર આશ્રય આપી તેમને પોષીત કર્યાં છે. દુનિયામાં જ્યાં જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ થાય છે,ત્યાં પાકિસ્તાનીઓની કોઈ ને કોઈ ભુમિકા અવશ્ય હોય છે.

ભારતે પાકિસ્તાન સામે કેવી કાર્યવાહી કરવી જોઈએ? દેશની પ્રગતિ અને શાંતી બંને માટે પાકિસ્તાન પ્રારંભથી જ સમસ્યા બન્યું છે. પાકિસ્તાન મિત્રતાની વાતો કરી માત્ર મુર્ખ બનાવવાની કોશીશ કરતું રહ્યું છે. ભારતે પાકિસ્તાન સામે કડક પગલા ભરવા પડશે.

ભારતમાં વારંવાર થતા આતંકવાદી હુમલા સામે ભારતે અત્યારે જે કાર્યવાહી શરૂ કરી છે તે બાબતે તમારૂ શું કહેવું છે? ભારતે કેટલાક આતંકવાદી કેમ્પ ઉડાવ્યાં છે.પરંતું વાસ્તવીક કાર્યવાહી તો હજુ બાકી છે ! આ યોજનાબધ્ધ રીતે ચાલવા વાળું લાંબું યુધ્ધ રહેશે. યુધ્ધ હંમેશા અપ્રિય હોય છે,પરંતુ આના સિવાય કોઈ રસ્તો પણ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો