તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Benefits To Customers Due To Falling Gst Rates For Real Estate Boom 033611

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિઅલ એસ્ટેટની તેજી માટે GSTના દરમાં ઘટાડો થતાં ગ્રાહકોને ફાયદો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજી લાવવા માટે જીએસટી કાઉન્સિલે જીએસટીના દરમાં ઘટાડો કરતાં ક્રેડાઇ વડોદરા તેનાથી ગ્રાહકોને ફાયદો થશે તેવુ જોઇ રહ્યા છે. જોકે, બીજી તરફ ઇનપુટ ક્રેડિટ પર બ્રેક વાગે તેવો અણસાર મળતાં બાંધકામના ખર્ચામાં વધારો થઇ શકે છે તેવી પણ ચિંતા બિલ્ડરોમાં છે.

શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 10 હજારથી વધુ મકાનો બની રહ્યા છે. હાલમાં રિઅલ એસ્ટેટમાં જીએસટીનો દર 12 ટકા અને એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમમાં 8 ટકાનો દર હતો અને તેના કારણે મકાનની ખરીદી પર 8 થી 12 ટકા વધુ રકમ ગ્રાહકે ચૂકવવી પડતી હતી. સામાન્ય રીતે 20 લાખ રૂપિયાના મકાન પર ગ્રાહકે 2.40 લાખ રૂપિયા જીએસટીના ચૂકવવા પડતા હતા પરંતુ જીએસટી કાઉન્સિલે અંડર કન્સ્ટ્રકશન હેઠળના આાવાસો માટે 5 ટકા અને એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમના પોષાય તેવા મકાનો માટે 1 ટકા જીએસટી લાગુ કરી છે.

જેના કારણે, 20 લાખ રૂપિયાની કિંમત ધરાવતા હોય અને અંડર કન્સ્ટ્રકશન હોય તેવા મકાન માટે ગ્રાહકે 2.40 લાખ રૂપિયાના બદલે 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે તેવી માહિતી આપતા ક્રેડાઇ વડોદરાના ચેરમેન વિક્રમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ નવા દરથી ડીમાન્ડ વધશે અને ગ્રાહકોને જીએસટીના વધુ ચૂકવણામાંથી મુક્તિ મળશે અને તેની રકમમાં બચત થશે. જોકે,ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પાછો લઇ લેવામાં આવ્યો છે અને બાંધકામના ખર્ચમાં વધારો થશે તેવી પણ શકયતા છે. અલબત્ત, કામ ચાલતુ હોય તેવા પ્રોજેકટનુ શુ ω રહેણાંક-કોર્મશિયલ બંને એક જ જગાએ હોય તો તેવા પ્રોજેકટ માટે શું ω ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઇટનું શું તેવા સવાલો યથાવત હોવાનુ બિલ્ડર લોબીમાં ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો