તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Before The Navratri The Streets Will Be Crowded With Crowds In The Markets 080600

નવરાત્રી પૂર્વે બજારોમાં ભીડ પોળોમાં શેરી ગરબા રમાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શારદીય નવરાત્રીની પૂર્વ સંધ્યાઅે ચાર દરવાજા વિસ્તારનાં બજારોમાં ભારે ભીડ જામી હતી. જેમાં ખાસ કરીને અંબા માતાના ખાંચામાં માતાજીના શૃંગાર તેમજ ચુંદડી અને સાડીની ખરીદી માટે ભક્તો ઉમટી પડ્યાં હતાં. બીજી તરફ અંબા માતાના ખાંચાને નવરાત્રના તહેવારની પૂર્વ સંધ્યાઅે સજાવી દેવાયો હતો. નવરાત્રમાં અંબા માતાના ખાંચામાં ભાતીગળ રીતથી માત્ર પુરુષો દ્વારા ગવાતા ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે વરસાદ હોય કે નહીં હોય શહેરની પોળોમાં મોડી રાત સુધી શેરી ગરબા રમાશે. શેરી ગરબાનું પણ અેક અનેરું આકર્ષણ છે. સમય વીત્યો હોવા છતાં પણ શહેરના શેરી ગરબાનું અેક વિશેષ મહત્ત્વ રહેલું છે. આ શેરી ગરબામાં ઘડિયાળી પોળના અંબા માતાના મંદિર સામે માત્ર પુરુષો દ્વારા રમાતા ગરબા હોય કે પછી રાજમહેલ રોડ પરના તાડફળિયાના શેરી ગરબા, સરદારભુવનના ખાંચાના શેરી ગરબા તેમજ નાગરવાડામાં રમાતા શેરી ગરબાનું હજુ પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. કરોડો રૂપિયા ખર્ચીને આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરાય છે. પરંતું શેરીમાં અેક ટેબલ પર માતાજીનો ફોટો મૂકીને તેની ફરતે ચાર દરવાજાના રહીશો ભક્તિપૂર્વક ગરબા રમે છે.

કળશ-જવારા સ્થાપના મુહૂર્ત

સવારે 9:20 થી 11:45 / બપોરે 4:15 થી 5:30
નવરાત્રીને લઇ માઈ મંદિરોને સજાવી દેવાયાં
નવરાત્રીના તહેવાર પૂર્વે શહેરમાં આવેલાં માઈ મંદિરોને સજાવી દેવામાં આવ્યાં છે. જેમાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલું અંબાજી માતાનું મંદિર, મહાકાળી માતાજીનું મંદિર તેમજ કારેલીબાગ બહુચરાજી માતાજીનું મંદિર મુખ્ય છે. જ્યારે મંદિરોની બહાર શનિવારથી જ પ્રસાદ-ચૂંદડીના વેચાણ માટે સ્ટોલ પણ લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...