તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Be Careful With The Camera Placed On The Stop Line E Currency Will Be At Home 034149

સ્ટોપ લાઇન પર મૂકાયેલાં કેમેરાથી સાવધ રહેજો, ઇ-ચલણ ઘરે આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક સિગ્નલ પરની સ્ટોપ લાઇન પર વાહન ઉભા રાખતા 100 થી વધુ વાહન ચાલકોના રોજ ઇ ચલણ બની રહ્યા છે. સ્માર્ટ સિટી અંતર્ગત હવે શહેરમાં 120 આરએલવીડી ( રેડ લાઇડ વાયલેન્સ ડીટેક્શન) કેમેરા લગાવવામાં અાવશે. આ કેમેરા સ્ટોપ લાઇન પર ઉભા રહેતા વાહન ચાલકોના આપોઆપ ફોટા પાડી ઇચલણ જનરેટ કરશે. જેના કારણે ટ્રાફિકના આ નિયમનો ભંગ કરતા લોકોના ખિસ્સા પર ભાર આવશે.

ટ્રાફિક પોલીસે હેલમેટ અને સીટ બેલ્ટ ભંગના ગુના ઉપરાંત નો પાર્કિંગ અને સ્ટોપ લાઇન ભંગના ગુનાઓ પર પણ વધુ ભાર મૂક્યો છે. પોલીસે જુદા જુદા 10 નિયમોના ભંગ બદલ પાર્કિંગ માટે પીળા પટ્ટા લગાવી તેની બહાર પાર્કિંગ કરનાર 56314 વાહન ચાલકો સામે એક મહિનામાં દંડનીય કાર્યવાહી કરી રહ્યા છે. આ જ રીતે ટ્રાફિક સિગ્નલો પર સ્ટોપ લાઇનની ઉપર વાહન ઉભા રાખતા ચાલકોના પણ ઇ ચલણ બની રહ્યા છે. રોજના આવા સરેરાશ 100 થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી થાય છે.

ટ્રાફિક ડીસીપી યશપાલ જગાણિયાએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી અંતર્ગત 400 જેટલા કેમેરા લગાવવામાં આવશે. જે પૈકી 120 કેમેરા આરએલવીડી ( રેડ લાઇટ વાયોલેન્સ ડીટેકશન) હશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ( રેડ લાઇડ વાયલેન્સ ડીટેક્શન)આ કેમેરા સ્ટોપ લાઇન પર વાહન ઉભા રાખતા લોકોના આપોઆપ ફોટા પાડી ઇ ચલણ જનરેટ કરી દેશેે. જ્યારે અન્ય ફીક્સ અને ઝૂમ કેમરા હશે. ટ્રાફિક સિગ્નલોને લગતી કામગીરી પણ ઝડપભેર થઇ રહી છે. આગામી 1 મહિનામાં 10 જેટલા સિગ્નલ તૈયાર થઇ જશે.

ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ન ઊભું રાખવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાગૃતિ અિભયાન શરૂ કરાયું છે
સ્ટોપ લાઇન પર વાહન ઉભા રાખતા વાહન ચાલકોને ઇ ચલણ મળતાં આ મેમો કયા ગુનાનો મળ્યો છે તે પૂછવા માટે ટ્રાફિક પોલીસમાં જઇ રહ્યા છે. ડીસીપીએ કહ્યું કે ઝીબ્રા ક્રોસિંગ પર વાહન નહી ઉભુ રાખવા માટે ટ્રાફિક પોલીસ દ્ધારા સતત જાગૃતિ કાર્યક્રમ કરવામાં અાવી રહ્યા છે. વાહન ચાલકોમાં પણ આ બાબતે તેની સમજ આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...