• Gujarati News
  • National
  • Vadodara News Be Careful When Shopping Online Duplicate Card Created By Virtual Skimming And Fraudulent Cyber Mafia 074031

ઓનલાઇન શોપિંગ કરતી વખતે ચેતજો... વર્ચ્યૂઅલ સ્કીમિંગ કરીને ડુપ્લિકેટ કાર્ડ બનાવી દઈ ઠગાઇ કરતા સાઇબર માફિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધી સાઇબર માફિયા એટીએમ કાર્ડ સ્કીમિંગ કરી બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હતા પણ ઇ-કોમર્સ અને એમ-કોમર્સ વેબસાઇટનો વ્યાપ વધતાં હવે તેઓ ઓનલાઇન શોપિંગ કરી રહેલા ગ્રાહકોની વર્ચ્યુઅલ સ્કીમિંગ દ્વારા કાર્ડની ડિટેઇલ ચોરી ગણતરીની મિનિટોમાં ડુપ્લિકેટ કાર્ડ બનાવી પૈસા ઉપાડી લેતા હોવાના બનાવો બન્યા છે.

હવે ઇ-કોમર્સ અને એમ-કોમર્સ વેબસાઇટ દ્વારા ઓનલાઇન શોપિંગ કરવાના ચલણની સાથે છેતરપિંડીના બનાવો પણ વધ્યા છે. શહેરના સાઇબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે જણાવ્યું હતું કે સાઇબર માફિયા અત્યાર સુધી એટીએમમાં સ્કીમર લગાવીને ડેટા ચોરી ઠગાઇ કરતા હતા, પણ હવે ઓનલાઇન શોપિંગ કરતા ગ્રાહકોનો વર્ચ્યુઅલ સ્કીમિંગ દ્વારા ડેટા ચોરી ઠગાઇ કરાય છે. જે જે.એસ. સ્કીમિંગ તરીકે ઓળખાય છે. તાજેતરમાં સુભાનપુરાના રુષાંક ત્રિવેદી નામના યુવાને ઓનલાઇન ગોગલ્સ મગાવ્યા બાદ કાર્ડની વિગતો ભર્યા પછી ઓર્ડર કેન્સલ કર્યો હતો, પણ તેના કાર્ડની ડિટેઇલ ચોરી ખાતામાંથી 1800 રૂા. ઉપડી ગયા હતા. ઉપરાંત વાઘોડિયા રોડ પર રહેતાં સુષ્માબેન પટેલે પણ ઓનલાઇન એક્યુપ્રેશરના કોર્સ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે ખાતામાંથી 15 હજાર ઉપડી ગયા હતા. રેખાબહેન નામની મહિલાએ ગીરની ગાયનું ઘી મગાવ્યું તો ખાતામાંથી 2400 ઉપડી ગયા હતા અને તેમના ઘેર પાર્સલમાં દોઢ કિલોનો પથ્થર આવ્યો હતો. ગ્રાહકો ઇ-કોમર્સ અને એમ-કોમર્સ વેબસાઇટ પર ખરીદી કરે ત્યારે પ્રોસીડ ટુ ચેકઆઉટ વિકલ્પમાં ક્લિક કરતાં જ માલવેર સક્રિય થાય છે અને ગ્રાહકનું નામ, કાર્ડ નંબર, સીવીવી અને સમાપ્તિની તારીખની વિગતો ચોરી લેવાય છે. માફિયા લેભાગુ ઇ-કોમર્સ વેબસાઇટ બનાવી લોકોને ખરીદી કરવા લાલચ આપી તેમને ફરજિયાત ઓનલાઇન પેમેન્ટ કરવા કહેવાય છે.

ઓનલાઇન ખરીદીમાં અા ધ્યાન રાખવું

} ઓનલાઇન ખરીદીમાં કેશ ઓન ડિલિવરી અથવા વીપીપી
પેમેન્ટ ઓપ્શન જ પસંદ કરવું હિતાવહ

} કેશબેક ઓફર કે 5 ટકા કેશબેક તથા ઝીરો ટકા ઇએમઆઇ
વગેરે લાલચમાં ન આવવું જોઇએ

} ડેબિટ કે ક્રેડિટ કાર્ડની લિમિટ સેટ કરવી જોઇએ

} ઓનલાઇન પેમેન્ટ કરવું જ હોય તો બને ત્યાં સુધી
ઇ-વોલેટનો ઉપયોગ કરવો

મયૂર ભુસાવળકર, સાઇબર એક્સપર્ટ સાથે થયેલી વાતચીતના અાધારે
અન્ય સમાચારો પણ છે...