તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AGM ના મળતાં BCAની 200 કરોડની ગ્રાન્ટ અટવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

આર.એમ.લોઢા કમિટીની ભલામણોને માની લેનાર અને નિયત સમયમાં હિસાબો તૈયાર કરી દેનાર ગુજરાત ક્રિકેટ એસોસિયેશન સહિત દેશના 11 ક્રિકેટ સંઘોને ગ્રાન્ટનાે પ્રથમ હપ્તો બીસીસીઆઇનો વહીવટ કરતી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (સીઓએ) દ્વારા આપવામાં આવશે, આ યાદીમાંથી બીસીએની બાદબાકી થતાં ક્રિકેટ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાત ક્રિકેટ એસો.એ લોઢા કમિટિની ભલામણો સ્વીકારી લેતાં તેમને ગ્રાન્ટની યાદીમાં સામેલ કરાયાં છે.2013-14ની અધૂરી એજીએમ અને 14-15ના વર્ષની એજીએમ ન મળી હોવાથી બીસીએને ગ્રાન્ટ ફાળવાઈ નથી એમ જાણવા મળે છે.એક અંદાજ મુજબ બીસીએના અંદાજે 200 કરોડ રૂપિયા ગ્રાન્ટ પેટેના અટવાઇ ગયા છે. બીસીએનાં સૂત્રો જણાવે છે કે બંને વર્ષના હિસાબો માટે એજીએમ માટે ઉપલા લેવલથી માર્ગદર્શન મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

બીસીએની મેનેજિંગ કમિટી સભ્ય

શીતલ મહેતાએ જણાવ્યું હતું કે એજીએમ બોલાવવા અંગે સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ સીઓએ કમિટીના વડા વિનોદ રાયનું માર્ગદર્શન મેળવવા માટે નિર્ણય કરાયો છે.આ સંબંધમાં તાજેતરમાં મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી.જયારે કલ્પેશ પરમારે જણાવ્યું હતું કે એજીએમ બોલાવવા માટે કોઇ નિયંત્રણો મૂકવામાં આવ્યાં નથી, જેના કારણે બીસીએને આર્થિક નુકસાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...