તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામેના જંગમાં બીસીએ 50 લાખ આપશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ કોરોના વાઈરસની બિમારી સામે લડવા સરકારને મોટા ફંડની જરૂર હોવાથી બીસીએ દ્વારા રૂ.50 લાખ આપવામાં આવશે, એમ બીસીએના ઉપપ્રમુુખ શીતલ મહેતાએ જણાવ્યું હતું. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ અંગે શનિવારે બીસીએના પ્રમુખ પ્રણવ અમીનને ફોન કર્યો હતો અને ચર્ચા કરી હતી. પ્રણવ અમીનના જણાવ્યા મુજબ આ અંગે બીસીએ દ્વારા કોઈ અલગથી રકમ આપવાની નથી પણ બીસીસીઆઈ દ્વારા જે ગ્રાન્ટ અપાશે તેમાંથી જ 50 લાખ રૂપીયા કપાઈને આવશે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનને પણ અનુરોધ કરાયો છે. જો કે બીસીસીઆઈ દ્વારા દેશના તમામ એસોસીયેશનને પણ આ રીતે ફંડ આપવા માટે અનુરોધ કરાયો છે.

BCCI રકમ કાપીને જ BCAને ગ્રાન્ટ આપશે

અન્ય સમાચારો પણ છે...