તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17થી 24 જાન્યુઆરી સુધી યોજાશે બીબીએ બાઝિગર-13

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવતો બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામમાં છેલ્લા ઘણા સમયથી બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓની આંતરિક યોગ્યતા વિકસાવવા માટે વિવિધ ક્રાયક્રમો કરવામાં આવે છે. છેલ્લા 12 વર્ષથી યોજાતા બીબીએ બાઝિગરની 13મી સીઝનની શરૂઆત 17 જાન્યુઆરીથી થવાની છે ત્યારે 100થી વધુ વિદ્યાર્થીઓએ 11 જાન્યુઆરીના રોજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી એમએસયુ બીબીએ કેમ્પસથી પંડ્યા બ્રિજ, રેસકોર્સ, ચકલી સર્કલથી ઓ.પી.રોડ, હેવમોર સર્કલ, અકોટા બ્રિજ, જેલ રોડ થઇ સયાજીગંજ, કાલાઘોડાથી એમએસયુ બીબીએ કેમ્પસ ખાતે પૂર્ણ થઇ હતી. તારીખ 17 થી 24 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર બીબીએ બાઝીગર 13માં વધુને વધુ લોકો જોડાય અને તેમની અંદર છુપાયેલી બિઝનસના ટેલેન્ટને બહાર લાવે તે માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ બીબીએ સ્ટુડન્ટ એસોસિએશનના એલ્યુમીની આનંદ ભુવાએ જણાવ્યું હતું. બીબીએ બાઝીગરમાં રાજ્યભરના વિદ્યાર્થીઓ આવશે.

BBA Bazigar

અન્ય સમાચારો પણ છે...