• Gujarati News
  • National
  • Vadodara News Baroda Dairy Will Now Sell Milk In Mumbai The First Tanker Filled With 20 Thousand Liters Of Milk On Wednesday Was Sent To Mumbai 042138

બરોડા ડેરી હવે મુંબઈમાં દૂધનું વેચાણ કરશે: બુધવારે 20 હજાર લીટર દૂધ ભરેલું પ્રથમ ટેન્કર મુંબઈ રવાના કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બરોડા ડેરી હવે મુંબઈમાં પણ દુધનું વેચાણ કરશે. બુધવારે 20 હજાર લીટર દુધ ભરેલા પ્રથમ ટેન્કરને ડેરીના પ્રમુખ દિનુમામાએ લીલી ઝંડી બતાવી મુંબઈ રવાના કર્યું હતું. દિનુમામાના જણાવ્યા અનુસાર, બરોડા ડેરીમાં વર્ષ 2013 સુધી દુધની આવક વેચાણ કરતા ઓછી હતી.જોકે 2013 પછી દુધની આવક વધતી ગઈ અને 2018માં દુધની દૈનિક આવક 8 લાખ લીટરને આંબી ગઈ છે. ભૂતકાળમાં 2013 પહેલા બહારથી દુધ ખરીદી શહેરની માંગને પુરી કરાતી હતી. હવે બરોડા ડેરીમાં આવતા દુધનું વેચાણ કરવું તે નવી સમસ્યા બની છે. હાલની સ્થિતિમાં 8 લાખ લીટર દૂધમાંથી 5 લાખ લીટર દૂધ સ્થાનિક વેચાણ અને દૂધની બનાવટોમાં વપરાય છે. જ્યારે 2.30 લાખ લીટર દૂધ ફેડરેશનને આપવામાં આવે છે.જ્યારે તે ઉપરાંત દુધનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે. જેથી બરોડા ડેરીના સંચાલકોએ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન મારફતે બરોડા ડેરીના દૂધનું વેચાણ મુંબઈમાં થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. તેના ભાગરૂપે બુધવારે 20 હજાર લીટર દુધ ભરેલું પ્રથમ ટેન્કર મુંબઈ રવાના કરાયું છે.આગામી દિવસોમાં દૂધનો વધુ જથ્થો મુંબઈ મોકલવામાં આવે તે માટેનો પ્રયાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...