તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીમાં પરવાનાવાળા હથિયાર લઇ જવા પર પ્રતિબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીમાં મતદાનને માત્ર જુજ દિવસો બાકી હોવાને કારણે શાંતિપ્રિય વાતાવરણમાં મતદાન યોજાય તે માટે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા મહત્વના સુચનો બહાર પાડ્યા છે. જેમાં ચુંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે માટે પ્રક્રિયા દરમિયાન પરવાના વાળા હથિયાર લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં અાવ્યો છે. મતદાનના દિવસના 48 કલાક પહેલા ઉમેદવારોએ તેમનો મતદાર ન હોય તે વિસ્તાર છોડી દેવાનો રહેશે. ચુંટણી પ્રચાર દરમિયાન માત્ર ત્રણ વાહનોની સાથે રાખવા માટે જણાવાયું છે. તેની સાથે ખાનગી મિલ્કતનો પ્રચાર માટે ઉપયોગ કરવો અને લાઉડ સ્પીકરના ઉપયોગ માટે લેખીત પરવાનગી લેવા અંગે જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...