તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાઇનાની ઇલેક્ટ્રિક વસ્તુ પર પ્રતિબંધ મૂકો : અનિલ સાબૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

દેશમાં 6 વર્ષ અગાઉ પાવર જનરેટર અાઇટમો ચાઇનાથી ખરીદવાની હોડ લાગી હતી. જે સસ્તી વસ્તુ ખરીદવાનો ભોગ અાગામી 20 વર્ષ સુધી દેશ ભોગવશે. અંદાજે 30 લાખ કરોડનું નુકસાન અા વસ્તુઅોની ખરીદીને પગલે થવાનું નીતિ અાયોગના રિપોર્ટમાં જણાવાયું છે.

દેશના ઇલેક્ટ્રિક,ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટના સૌથી મોટા અને 30 વર્ષષથી કાર્યરત સંગઠન ઇલેક્રોમાનું અાગામી અેક્ઝિબિશન 18 થી 22 જાન્યુઅારી સુધી ગ્રેટર નોઇડામા ઉજવાશે. જે અંગે ઇલેક્રામાના ચેરમેન અનિલ સાબુઅે જણાવ્યું હતું કે , 60 દેશોના 450થી વધુ વિદેશી અેક્ઝિબિટર્સ અને 120 દેશાેના મુલાકાતીઅો જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,દેશમાં જેમ સંરક્ષણની વસ્તુ ,બુલેટપ્રૂફ જેકેટ , ફાઇટર પ્લેન અને બુલેટ ચીનથી નથી ખરીદાતાં તેમ અમારા સંગઠન દ્વારા કેન્દ્ર સરકાર પાસે ચાર વર્ષથી અન્ય ઇલેક્ટ્રાેનિક અાઇટમો પર પ્રતિબંધ મૂકવા માગણી થઇ રહી છે. અને હવે સરકારમાં કેટલાકને અા વસ્તુ સમજ અાવે છે.

અન્ય સમાચારો પણ છે...