તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ જેને મૃત માનતી હતી તે બજરંગી જીવતો નીકળ્યો!

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત 3જી જાન્યુઆરીએ વડોદરાના અંકોડિયા પાસેની કેનાલમાંથી એક 40 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના ખીસા તપાસતા પોલીસને નવસારીના એક યુવકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેમાં ફોટો અને સરનામુ હતા. જે આધારકાર્ડ હતુ તેમા નામ હતું બજરંગી સત્તા સહાય. સરનામુ હતું. હરિમોહનની ચાલ, રૂસ્તમવાડી, નવસારી. મરનાર ઇસમનો ચહેરો પણ આધાર કાર્ડના ફોટોને મળતો આવતો હતો. તાલુકા પોલીસે જાણ નવસારી પોલીસને કરીને આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નવસારી પોલીસે બજરંગીના મકાનમાલિક ગુરૂજીનો સંપર્ક કર્યો અને હકીકત જણાવી. ગુરુજીએ બજરંગીના મિત્ર વિજય રાધેશ્યામ રાજવરને ફોન કર્યો અને પોલીસ મથકે આવવા જણાવ્યું. બજરંગી સહાય મૂળે યુપીનો છે અને 30 વર્ષથી નવસારીમાં રહે છે. આ વિશે વિજયે પોલીસને જણાવ્યુ કે, ‘ જ્યારે પોલીસે મને બજરંગીના આઇકાર્ડની વાત કરી અને તે મૃતકના પેન્ટમાંથી નીકળ્યું હોવાની વાત કરી તો મને નવાઇ લાગી મે કહ્યું ‘ વો તો યહી ઘર પે બેઠા હૈ’. તેથી એક તબક્કે પોલીસ મુંઝાઇ કે તો ખરેખરનો મૃતક કોણ છે ? છેવટે પોલીસે બજરંગીને બોલાવ્યો હતો. બજરંગીએ પોલીસને જણાવ્યું કે, ‘ હું ગત 26મી ડિસેમ્બરે મારા વતન લખનૌના સીતાપુરના બૈશ્ય ખાતે ગયો હતો. ત્યારે વળતા 29મીએ લખનૌ-બાંદ્રા એક્સપ્રેસમાં બેસીને નવસારી જતો હતો ત્યારે મારુ પાકિટ ચોરાઇ ગયું હતું.’ આટલું કહેતા જ પોલીસે તાળો મેળવી લીધો હતો. કારણ કે આ પાકિટ મૃતદેહના ખીસમાંથી મળી આવ્યું હતું. આ બાબતની જાણ નવસારી પોલીસે વડોદરા તાલુકા પોલીસને કરી હતી. મરનારના કોઇ વાલી વારસ ન મળતા અંતિમવીધી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો