Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઠગાઈ કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંતની જામીન અરજી નામંજૂર
છેતરપિંડી કેસમાં સંડોવાયેલા બગલામુખી મંદિરના ડો.પ્રશાંત ઉપાધ્યાય દ્વારા જામીન અરજી મૂકવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા જામીન ન આપવા સોગંદનામું કરાયું હતું. ન્યાયાધીશ દ્વારા બંને પક્ષની રજૂઅાતો સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બગલામુખીના પ્રશાંત ઉપાધ્યાય સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં રૂા.21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં અારોપી પ્રશાંતે તંત્ર-મંત્ર દ્વારા તમારી મુશ્કેલીઅો દૂર થશે તેમ જણાવી ફરિયાદી પાસેથી રૂા.21,80,000 પડાવ્યાં હતા. જોકે મુશ્કેલી દૂર ન થતાં નાણાં પરત માંગવામાં અાવતાં તેણે નાણાં પરત કર્યાં ન હતા.
અા કેસમાં પોલીસે અારોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને રિમાન્ડ પુરા થતાં તેને જેલમાં મોકલી અાપવામાં અાવ્યો હતો અને ત્યાર બાદ તેણે જામીન અરજી મુકી હતી.
જામીન અરજીની સુનાવણી હાથ ધરાતા સરકાર તરફ અેડવોકેટ ભાવીક પુરોહીત હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઅાત કરી હતી કે, અરજદારની જો અરજી મંજૂર કરવામાં અાવશે તો તે ભાગી જશે અને કોર્ટમાં હાજર નહી રહેે. અરજદારે અન્ય સાહેદો સાથે પણ છેતરપિંડી કરી છે અને તેના વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો થયેલી છે. ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઅાત સાંભળ્યા બાદ અરજદાર પ્રશાંત ઉપાધ્યાયની અરજી નામંજૂર
કરી હતી.
જામીન ન આપવા માટે પોલીસે સોગંદનામું કર્યું હતું
પ્રશાંત સામે 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ કરાઈ હતી