તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Aunt39s Son Only Committed Adultery With Her Sister For 2 Years 075029

માસીના દિકરાએ જ 2 વર્ષ સુધી બહેન સાથે દુષ્કર્મ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં સગી માસીના પુત્ર એવા માસીયાઇ ભાઇએ સતત બે વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ ગુજારવાની સાથે યુવતીના ફોટા અને વીડિયો બનાવી બ્લેકમેઇલ કરતા આખરે યુવતીએ મસીયાઇ ભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

24 વર્ષીય યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે 2016-17ના અરસામાં તેના ઘેર સુરેન્દ્રનગરથી તેની માસીનો પુત્ર ગૌરાંગ ઉર્ફે ગૌતમ સોલંકી રહેવા આવ્યો હતો અને વડોદરામાં મજુરી કામ કરતો હતો. ગૌતમ તેના ઘેર સાત મહિના રોકાયો હતો અને તે સમયે તેનો વ્યવહાર તેની સાથે ભાઇ જેવો હતો. તે અવાર નવાર તેની સાથે મજાક કર્યા બાદ અડપલાં કરવાનું શરુ કર્યું હતું. ગૌતમ તેને ડરાવવા માટે તેની પાસે છરી પણ રાખતો હતો અને ત્યારબાદ મારી સાથે શરીર સબંધ રાખ તેમ જણાવી હું તારા મમ્મી પપ્પા અને ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. ગૌતમે તેને માર માર્યો હતો અને ધમકાવીને બળજબરીથી દુષ્કર્મ આચરવાનું શરુ કરી દીધું હતું. તે ગર્ભ નિરોધકોનો ઉપયોગ કરતો હતો. બપોરે ઘેર કોઇ ના હોય ત્યારે ગૌતમ યુવતી પર દુષ્કર્મ કરતો હતો.

ત્યારબાદ 2017ના વર્ષમાં ગૌતમે તેના ઘરથી થોડે દુર ભાડે મકાન રાખ્યું હતું અને યુવતીને ત્યાં પણ ધમકી આપી ફોન કરીને બોલાવતો હતો અને દુષ્કર્મ આચરતો હતો. ગત ફેબ્રુઆરીમાં ગૌતમે તેને ફરી બોલાવતા તેણે ઇન્કાર કરી દીધો હતો, ગૌતમે દુષ્કર્મ વખતે યુવતીના ફોટા પાડી વિડીયો પણ બનાવ્યા હતા અને ત્યારબાદ આ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી બ્લેકમેઇલ કરી હતી. ગૌતમને ત્રાસ સહન ના થતાં આખરે યુવતીએ ગૌતમ સામે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી ગૌતમની ધરપકડ કરી હતી.

વીડિયો કોલ કરીને બાથરુમમાં બોલવતો
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘેર એકલી હોય ત્યારે ગૌતમ તેને ફોન કરી તું બાથરુમમાં જા અને મને વીડિયો કોલ કર અને વીડિયો બનાવી મને મોકલ તેમ જણાવતો હતો . જો તે વીડિયોના બનાવે કે ના મોકલે તો કમરપટ્ટાથી માર મારતો હતો અને ઘરના લોકોને મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો.

અન્ય સમાચારો પણ છે...