તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનો પર હુમલો કરનાર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લા નજીક નજીવા મુદ્દે 3 માથાભારે શખ્સોએ 2 યુવાનને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે દિવ્યેશ ઉર્ફે દેવો પઢીયારને ઝડપી લીધો હતો. જયારે સુનિલ નાયર અને સન્ની મનસુખ ભદરીયા હજું પણ ફરાર છે. આ બંને સામે પણ ભુતકાળમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અશોક વાટીકા સોસાયટીમાં રહેતા હિમાંશુ વિષ્ણુભાઇ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો ભાઇ નેહલ રાત્રે પાનના ગલ્લા પાસે ઉભો હતો ત્યારે ત્રણ શખ્સોએ કાચની બોટલ મારી લોહીલુહાણ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...