તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોત્રીમાં કપડાના વેપારી પર ડિસ્કાઉન્ટ મુદ્દે હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોત્રી રોડ પર કપડાના વેપારીને ચાર શખ્સોએ વધુ ડિસ્કાઉન્ટ મેળવવા બાબતે માર મારી ઓછા ભાવમાં કપડાં નહિ આપે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે રામ નાથુલાલ અગ્રવાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દત્તનગર રોડમાં અગ્રવાલ સ્ટોરની દુકાનમાં કપડાંનો વેપાર કરે છે. ગત રવિવારે તેમની દુકાનમાંથી લક્ષ્મીનગરના વિષ્ણુ ઉર્ફે ટીન ટીન પ્રકાશભાઈ મિસ્ત્રીએ રૂ.1500ના કપડાં ખરીદી કર્યા હતા. જેથી તેમણે વિષ્ણુને રૂ. 200નું ડિસ્કાઉન્ટ કરી આપ્યું હતું. પરંતુ વિષ્ણુએ વધુ ડિસ્કાઉન્ટ માંગી તે કપડાં રૂ. 1000માં માંગ્યા હતા. જેથી તેઓએ કપડાં આપવાની ના પાડી હતી. ત્યારે વિષ્ણુએં અહીંનો લોકલ માણસ છું તારી દુકાન બંધ કરાવી દઈશ તેમ જણાવી નાસી ગયો હતો. ત્યારબાદ સોમવારે રાત્રે 10 વાગ્યે વિષ્ણુ સ્થાનિક રહેવાસી, મિતેષ ભીમપુરીયા, અભિષેક અને ડેનિસ મિસ્ત્રી સાથે આવી બોલાચાલી કરી દુકાનમાં કામ કરતા લોકોને માર મારી આ વિસ્તારમાં વેપાર કરવો હોય તો મારા માણસોને કપડાં ઓછા ભાવે આપવા પડશે નહિ આપે તો જોઈ લઈશ ,જાનથી મારી નાખશું તેવી ધમકી આપી નાસી ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો