ખેંચની બીમારીથી ત્રસ્ત બનેલા આધેડે ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અટલાદરા સ્વામી નારાયણ મંદિર પાછળ એક આધેડે ખેેંચની બીમારીથી કંટાળી જઇને અને આર્થિક ભારણની ચિંતામાં પોતાના ઘરે ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

અટલાદરાના વણકરવાસમાં રહેતા 51 વર્ષીય રાજેશભાઇ વાલજીભાઇ પરમાર ડ્રાઇવિંગ કરીને જીવન ગુજારતા હતા. પાંચ વર્ષ પહેલાં અકસ્માત થતાં તેમના બંને પગ તૂટી ગયા હતા. બુધવારે તેઓ પોતાના ઘર પાસે જ બાઇક લઇને જતા હતા ત્યારે અચાનક ખેંચ આવતાં પડી ગયા અને હાથે ફ્રેક્ચર થયું હતું. તેમનાં પત્ની તુવેરસિંગ ફોલવાનું અને અન્ય કામ કરતાં હતાં. તેમના પુત્રના વધુ ટકા આવ્યા હોવાથી કેમિકલ અેન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું. પણ હોસ્ટેલમાં એડમિશન મળ્યું નહીં અને પુત્રને અપડાઉન કરવાની ફરજ પડી. પરિણામે અઠવાડિયાનો 1,500 રૂપિયા જેટલો ખર્ચ થતા રાજેશભાઇ માનસિક રીતે પણ તૂટી ગયા હતા.

ખર્ચને પહોંચી વળવા ટેન્શનમાં રહેતા હતા

અન્ય સમાચારો પણ છે...