તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News At Midnight The Young Man With A Dog Is Subjected To Acts Of Violence Against The Creature 073056

મધરાતે યુવાને શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ભારે ચકચાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીટેકનીક કોલેજ પાસે 16 એપ્રીલના રોજ રાતે એક યુવાને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી શ્વાનને લોહિલુહાણ કરી દિધું હોવાની ઘટના બની હતી. જોકે આ અજીબો ગરીબ ઘટના અંગે પોલીસે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી ન હોવાનું જીવદયા પ્રેમીએ જણાવ્યું હતું. જીવદયા પ્રેમી રેશમાબેન કાછીયાએ જણાવ્યું કે, મંગળવારની મોડી રાતે 1:40 મીનીટે હું શાસ્ત્રી બ્રીજ ઉતરી પોલીટેકનીક કોલેજ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન કોલેજની પાળી પાસે કાયમ એક કુતરૂ બેસી રહેતું હોય છે,જેની હું નિયમીત સંભાળ રાખુ છું. પરંતું મંગળવારની રાતે આ કુતરાના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહિ નિકળતું હતું. જ્યારે તેની પાસે બાઈક લઈને યુવક પણ ઉભો હતો. આ યુવકને મે કુતરાને લોહિ કેમ નિકળે છે તે અંગે પુછતા તે હસીને ‘મારૂ કામ થઈ ગયું’ કહી ત્યાંથી નીકળી ગયો હતો. મને કાંઈ અજુગતુ લાગતા મે તેનો પીછો પણ કર્યો પરંતું તે ભાગી ગયો હતો. બુધવારના રોજ મે કુતરાની સારવાર કરાવ્યા બાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોચી હતી. પરંતું પોલીસે મને કોઈ પણ પ્રકારનો સહકાર ન આપીને કોઈ ફરિયાદ લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...