તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 વિ.પ્ર.ના ગણિતમાં 10 માર્કના સવાલો કસોટી કરે તેવા પૂછાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોર્ડની પરિક્ષામાં શનિવાર ધો-12 સામાન્ય પ્રવાહના મનોવિજ્ઞાનના પેપરમાં સુભાનપુરા વિસ્તારમાં અાવેલી 2 શાળમાંથી કુલ 2 કોપીકેસ પકડવામાં અાવ્યા હતા. ધો- 10નું ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર સંપુર્ણ પાઠ્યપુસ્તક અાધારિત હતું. જ્યારે ધો-12 સાયન્સમાં મેથ્સનું પેપર 90 માર્કનું પાઠ્યપુસ્તક અાધારિત હતું. જ્યારે 10 માર્કની ગણતરી સમય માંગીલે તેવી હતી.

ધો- 12 મેથ્સના પેપર અંગે માહિતી અાપતા વિષય એક્સપર્ટ વિજય પટેલે જણાવ્યું હતું કે, સેક્શન એ માં 4 એમ.સી.ક્યુ અઘરા હતા. તેને સોલ્વ કરવામાં વિદ્યાર્થીઓને ગણતરી કરવામાં વધુ સમય બગાડવો પડ્યો હતો. જ્યારે સેક્શન બી માં 4 માર્કનો સંલકનનો દાખલો પુછવામાં અાવ્યો હતો. જેને ઉકેલવામાં મેથ્સના વિષયમાં સારો સ્કોર લાવનારા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી પડી હતી. સમગ્ર પેપર રીફર કર્યા પછી 90 માર્કસનું પેપર પાઠ્ય પુસ્તકોના અાધારિત હતું. જેમાંથી 10 માર્કસના પ્રશ્નો કઠીન હતા જેમાં હોંશિયાર વિદ્યાર્થીઓ પણ ઘુંચવાયા હતા. અામ, મેથ્ય જેવા સ્કોરીંગ સબ્જેક્ટમાં 100 માંથી 100 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓ માટે સ્કોર કરવું અઘરૂ જણાતું હતું.

ધો-10 માં ગુજરાતી દ્વિતીય ભાષાનું પેપર હતું. ગુજરાતી દ્વિતીય ભાષાના પેપર માહિતી અાપતા વિષય એક્સપર્ટ દિપક રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતીનું પેપર પાઠ્યપુસ્તક અાધારિત હતું. પેપરમાં નિબંધ માટે પ્રદુષણ- એક ગંભીર સમસ્યા, હાય ! રે મોંધવારી !, તથા મારા અાદર્શ મહાત્મા ગાંધી વિષય અાપવામાં અાવ્યા હતા.

ધો-12 મનોવિજ્ઞાનના પેપરમાં 2 કોપી કેસ

શનિવારે બોર્ડની એક્ઝામ દરમિયાન : ધો-12 મનોવિજ્ઞાનના પેપરમાં સુભાનપુરા વિસ્તારની બે અલગ-અલગ શાળાઓમાંથી એક-એક કોપી કેસ સામે અાવ્યા હતા. પરીક્ષા દરમિયાન કાપલીમાંથી લખતા વિદ્યાર્થીઓ પકડાતા તેમની સામે કોપીકેસ કરાયા હતા. શનિવારના કોપી કેસની ગણતરી ધ્યાને રાખીને બોર્ડની પરીક્ષામાં કોપીકેસની કુલ સંખ્યા 8 પર પહોંચી હતી.

ધો-12 સાયન્સમાં કોમ્પ્યૂટરના પેપરમાં એક પ્રશ્નના જવાબમાં ભૂલ, સુધારો કરવા માગ

બોર્ડ પરીક્ષામાં શુક્રવારના રોજ ધો-12 સાયન્સમાં કોમ્પ્યૂટર વિષયનું પેપર હતું. પેપરમાં 64 નંબરના સવાલના ઓપ્શનમાં અાપવામાં અાવેલા જવાબમાં ભૂલ હોવાને કારણે યોગ્ય સુધારો કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજૂઅાત કરવામાં અાવી હતી. કોમ્પ્યૂટર સબ્જેક્ટના કી રિસોર્સ પર્સન મયૂર ભુસાવળકરે જણાવ્યું હતું કે, હાલ બોર્ડ એક્ઝામ ચાલી રહી છે. બોર્ડ એક્ઝામ દરમિયાન ધો-12 સાયન્સના કોમ્પ્યૂટર વિષયના પેપરમાં 64 નંબરના સવાલના ઓપ્શનમાં અાપવામાં અાવેલા જવાબમાં ભૂલ હતી.

ધો-10ના ગુજરાતીમાં પ્રદૂષણ, હાય ! રે મોંઘવારી ! ના નિબંધ પૂછાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો