- Gujarati News
- National
- Vadodara News Asi Theft Of 6500 Broke Dickey Right In Front Of The Manager39s Eyes 074102
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આસિ. મેનેજરની નજર સામે જ ડિકી તોડી ~6500ની ચોરી
શહેરના કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડનની બહાર પાર્ક કરેલા ટુ વ્હીલરની ડિકીમાંથી રોકડાં નાણાં ભરેલું પર્સ ચોરી થતાં કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી પ્રમુખપ્રીત સોસા.માં રહેતા રાકેશ સુર્વે ખાનગી ઇન્શ્યુરન્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ગત 11મી માર્ચે સાંજે ટુ વ્હીલર લઈ કારેલીબાગના દીપિકા ગાર્ડને ગયા હતા. દીપિકા ગાર્ડનની બહાર વાહન પાર્ક કરી તેઓ મિત્રો સાથે ગાર્ડનમાં ચાલવા ગયા હતા. દરમ્યાન તેમના વાહન નજીક પાંચથી છ શખ્સોનું ટોળું કાંઈક છેડછાડ કરતું હોવાનું નજરે પડતાં તેઓ દોડ્યા હતા. જેના કારણે પાંચથી છ શખ્સ ત્યાંથી રિક્ષામાં બેસી ફરાર થયા હતા. રિક્ષામાં ફરાર થતાં પૂર્વે તસ્કરોના હાથમાંથી રાકેશભાઈનો મોબાઇલ પડી ગયો હતો. બનાવના પગલે રાકેશભાઈએ આજે કારેલીબાગ પોલીસ મથકે ટુ વ્હીલરની ડિકીમાંથી રોકડા રૂ. 6,500 અને ડોક્યુમેન્ટ ભરેલા પર્સની ચોરીની ફરિયાદ આપી હતી.
દીપિકા ગાર્ડનમાં મિત્રો સાથે ચાલવા ગયા હતા