• Gujarati News
  • National
  • Vadodara News As The Effects Of The Saturn Sun Alliance Will Come To An End The Fear Of Corona Will Be Relieved 074137

શનિ-સૂર્યની યુતિની અસર પૂરી થતાં કોરોનાના ડરમાંથી મુક્તિ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

13 ફેબ્રુઆરીના રોજ બપોરે 2:52 મીનીટે સુર્ય કુંભ રાશીમાં પ્રવેશ કરતા મકરસંક્રાતિ પૂર્ણ થઈ કુંભસંક્રાતિની શરૂઆત થઈ છે. કુંભ સંક્રાતિના પ્રારંભ થી શનિ-સુર્યની યુતી સમાપ્ત થતા દેશ અને દુનિયામાં હવે લોકો કોરોના વાયરસના ડરમાંથી મુક્ત થશે તેમ જ્યોતીશ શાસ્ત્રનું માનવું છે.

જ્યોતીષ શાસ્ત્રી નયનભાઈ જોશી મુજબ સુર્ય ગ્રહ નવગ્રહોનો રાજા છે. જ્યારે કુંભરાશી શનિગ્રહની રાશી છે. શનિગ્રહ સુર્યદેવના પુત્ર છે. આમ પુત્રના ઘરમાં પિતાનું રહેવું શનિ-સુર્ય શત્રુગ્રહ હોવાથી શુભ ગણાતું નથી. જે રાજકીય અને આર્થિક બાબતો પર ચિંતાકારક ગણી શકાશે. કુંભ સંક્રાતિના પગલે વિજ્ઞાન ક્ષેત્રથી મેડિકલ ક્ષેત્રમાં નવા શોધ-સંશોધનથી માનવજાતનું કલ્યાણ થશે. કુંભ રાશી પણ શનિગ્રહની રાશી હોવાના પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળશે.

રાશિઓ પર અસર

} મેષ / આવકમાં વૃધ્ધી થાય,સરકારી લાભ મળે

} વૃષભ / વડીલવર્ગની આરોગ્યની ચિંતા રહે,આર્થિક યોગ શુભ રહે

} મિથુન / ભાગ્યવૃધ્ધી થશે,યાત્રા પ્રવાસનું આયોજન થશે

} કર્ક / વાહન ચલાવવામાં કાળજી રાખવી,ખોટા ખર્ચ ટાળવા

} સિંહ/ દાંપત્યમાં વિવાદ ટાળવો, ભાગીદારીથી સાવધ રહેવું

} કન્યા / આંખ,માથા સંબંધી સમસ્યા ઉદભવે,ઉતાવડીયા નિર્ણય લેવા નહી

} તુલા / અભ્યાસમાં પ્રગતી થશે,ધાર્ય પરીણામ પ્રાપ્ત થશે

} વૃશ્ચિક / શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય,જમીન-મકાનમાં વૃધ્ધી

} ધન / કોર્ટ-કચેરી ટાળવી, સમાધાન લાભકારક રહેશે.

} મકર / વાણી પર સંયમ વરતવો,સર્વના મન સાચવવા

} કુંભ / ક્રોધ અને આળસ મોટા શત્રુ સાબિત થઈ શકે છે.

} મીન / વિદેશથી સારા સમાચાર મળે,ધાર્મિક કાર્ય થાય

તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળશે

અન્ય સમાચારો પણ છે...