તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

45 જવાનો દ્વારા 72 કલાક સુધી શોધખોળ છતાં અરબાઝનો પત્તો ન મળ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધુળેટીના દિવસે છાણી કેનાલમાં તણાયેલા અરબાઝના 72 કલાક બાદ પણ કોઈ સગડ મળ્યા નથી. આજે ફાયરબ્રિગેડના 15 અને એનડીઆરએફના 30 જવાનોએ રબર બોટની મદદથી સતત શોધખોળ હાથ ધર્યા બાદ પણ અરબાઝનો પત્તો લાગ્યો નહતો.

નવાયાર્ડના રોશનનગરમાં રહેતો 15 વર્ષનો અરબાઝ ધુળેટીના દિવસે તેના મિત્રો સાથે છાણી કેનાલ તરફ ગયો હતો. જ્યાં કેનાલમાં ફોટોગ્રાફી કરતી વેળાએ તે પાણીના વહેણમાં તણાયો હતો. અરબાઝના પરિજનોએ એનડીઆરએફ દ્વારા શોધખોળ કરવામાં આવે તેવી માગ કરી હતી. જેના પગલે આજે સવારથી ફાયરબ્રિગેડના 15 જવાનોની સાથે બપોરના સમયે એનડીઆરએફના 30 જવાનોઅે પણ ગુમ અરબાઝને શોધવાનું શરૂ કર્યું હતું, જોકે સાંજ સુધી તેઓને સફળતા મળી ન હતી. કેનાલની બંને બાજુ ફેંસિંગ લગાવવાની માગને પગલે આજે મામલતદારે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું, જ્યારે નર્મદા નિગમનો એક પણ કર્મચારી ત્યાં ફરક્યો નહતો.

મહિલાઓ જીવના જોખમે કેનાલ પર કપડાં ધોઇ રહી હતી

કેનાલના ધસમસતા વહેણમાં ડૂબી જવાના જોખમ વચ્ચે પણ લોકો તેમાં હાથ-પગ, કપડાં ધોવા જતાં હોય છે. ધુળેટીના દિવસે કેનાલના પાણીમાં ગુમ થયેલા અરબાઝને શોધવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે પણ કેનાલ પર મહિલાઓ જીવના જોખમે કપડાં ધોતી તેમજ લોકો નહાતા નજરે પડ્યા હતા.

સેલ્ફીની લ્હાયમાં ધો.10નો વિદ્યાર્થી તણાયો હતો

_photocaption_ડૂબેલા યુવાનની શોધખોળ માટે NDRFની ટીમ બોલાવાઇ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો