તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Approval Required 10 Days Before The Trip Otherwise School Is Responsible 073618

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસની 10 દિવસ પહેલા મંજૂરી જરૂરી,નહીં તો શાળા જવાબદાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

શાળા પ્રવાસ માટે 10 દિવસ પૂર્વે મંજૂરી લેવામાં આવતી ના હોવાથીજો કોઇ પણ ઘટના બનશે તો સ્કૂલો જવાબદાર રહેશે. શાળાઓ પ્રવાસ પૂર્ણ થયા પછી અથવા તો ચાલુ પ્રવાસે કચેરીને જાણ કરતી હોવાથી પરિપત્ર કરવામાં આવ્યો છે.

શાળાઓ દ્વારા લઇ જવામાં આવતા પ્રવાસ માટે ડીઇઓ કચેરીની પૂર્વ મંજૂરી લેવાની હોય છે. અગાઉ શાળાકીય પ્રવાસ દરમિયાન અકસ્માતની ઘટનાઓ બની હોવાના કારણે શિક્ષણ વિભાગે શાળાકીય પ્રવાસના નિયમો કડક બનાવ્યા છે. જોકે તેમ છતાં પણ શાળાઓ દ્વારા પ્રવાસ માટેની મંજૂરી 10 દિવસ પૂર્વે લેવામાં આવી ના રહી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધ્યાને આવ્યું છે. ડીઇઓ કચેરીએ પરિપત્ર કરીને તમામ શાળાઓને જાણ કરી છે કે વિદ્યાર્થીઓને પ્રવાસ લઇ જવા અર્થે ટપાલ મારફતે પ્રવાસ અંગેની જાણ કચેરીને કરવામાં આવે છે. જે પ્રવાસ પૂર્ણ થાય અથવા તો પ્રવાસ આરંભ થાય પછી જ ડીઇઓ કચેરીને ટપાલ મળતી હોવાનું કચેરીના ધ્યાને આવેલું છે. જેથી પ્રવાસના 10 દિવસ પૂર્વ જ શાળાના પ્રતિનિધિઓએ રૂબરૂમાં પ્રવાસની મંજૂરી મેળવવાની રહેશે. જો તેમ કરવામાં કોઇ ચૂક રહશે,કોઇ ગંભીર ઘટના બનશે તો શાળાના આચાર્યની અંગત જવાબદારી રહેશે. ઉલ્લેખનીય છે કે શાળાકીય પ્રવાસમાં અકસ્માતની ઘટનાઓ બન્યા પછી શિક્ષણ વિભાગે નિયમો કડક બનાવ્યા છે.

આજે પણ ઠંડીની તીવ્રતા ઓછી રહેવાની શકયતા
વેધર રિપોર્ટર| વડોદરા

વેર્સ્ટન ડિસ્ટબન્સના પગલે વાદળો છવતા ઠંડી માં ઘટાડો નોંધાયો છે. સતત ત્રણ દિવસ સુધી 10 ડિગ્રી ઠંડી રહ્યા પછી રવિવારે ઠંડી માં રાહત જોવા મળી હતી. વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે વાદળછાયું વાતાવરણ સર્જાતાં ઠંડી ની તીવ્રતા ઘટી જવા પામી હતી. લઘુતમ તાપમાન ના પારામાં 3.2 ડિગ્રી નો વધારો નોંધાયો હતો. સોમવારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પગલે વાદળ છાયું વાતાવરણ રહશે. ઠંડી નો પારો 14 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સતત ઠંડા પવનોના પગલે લઘુતમ તાપમાન ઘટી જવા પામ્યું હતું જેના કારણે તીવ્ર ઠંડી નો અનુભવ શહેરીજનો છેલ્લા ત્રણ દિવસ થી કરી રહ્યા હતા. જોકે રવિવારના દિવસે વેસ્ટર્ન ડિસ્ટબન્સના પગલે વાદળ છાયું વાતાવરણ વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 15.6 ડિગ્રી નોંધાયો હતો. પવનની ગતિમાં 8 કીમીનો ઘટાડો નોંધાયો હતો. રવિવારે પવનની ગતિ 4 કિમીની ઝડપે નોંધાઇ હતી. જેના કારણે ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવો એહસાસ શહેરીજનોએ કર્યો હતો. ઉત્તરાયણ બાદ ઠંડીની તીવ્રતામાં વધારો થવાની શકયતા છે.

સેવિંગ એકાઉન્ટ માટે મોબાઇલ બેંકિંંગ સેવા પણ શરૂ કરાઇ
પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવા હવે રૂા.500 ફરજિયાત
એક વર્ષ સુધી ખાતામાં લેવડ દેવડ નહીં થાય તો બંધ કરાશે
સિટી રિપોર્ટર | વડોદરા

સરકાર દ્વારા ડિસેમ્બર-19 માં પોસ્ટ વિભાગના સેવિંગ એકાઉન્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના પ્રમાણે હવે પોસ્ટમાં સેવિંગએકાઉન્ટ ખોલવું અગાઉની સરખામણીએ મોઘું બનશે. પહેલા પોસ્ટ વિભાગમાં રૂા. 100 સાથે બચત ખાતુ ખોલી શકાતું હતું, પરંતુ હવે રૂા. 500 માં સેવિંગખાતું ખોલી શકાશે.

તંત્ર દ્વારા સેવિંગ બેંક એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂ. 500 કરી દેવામાં અાવ્યું છે. અને જો એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ જાળવવામાં ન અાવે તો વાર્ષિક રૂ. 100 કપાશે. અગાઉ એકાઉન્ટમાં મિનીમમ બેલેન્સ રૂ. 100 રાખવામાં અાવ્યું હતું. જો વર્ષ ભર એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારની રકમ રાખવામાં નહિ અાવે તો એકાઉન્ટ વર્ષાન્ટે ઓટોમેટીક રીતે બંધ કરી દેવામાં અાવશે. સમય સાથે તાલ મિલાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા ઓક્ટોબર-19 માં સેવિંગ એકાઉન્ટ માટે મોબાઇલ બેંકીંગ સેવા પણ શરૂ કરવામાં અાવી છે.

જેમાં મોબાઇલ બેંકીંગ માટે અન્ય બેંકો દ્વારા અાપવામાં અાવતી તમામ સેવાઓને સમાવવાનો પ્રયાસ કરવામાં અાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે. સુકન્યા સમૃદ્ધી યોજના અંતર્ગત પોસ્ટમાં માત્ર રૂ. 250 માં ખાતુ ખોલાવી શકાશે. જેમાં પહેલા મિનીમમ બેલેન્સ રૂ. 1 હજાર રાખવામાં અાવતા હતા. પરંતુ હવે માત્ર રૂ. 250 જ બેલેન્સ રાખી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો