Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રણોલીની સિગીલ ઇન્ડ.ના કર્મીઓનું કલેક્ટરને આવેદન
રણોલી સ્થિત સિગીલ ઇન્ડસ્ટ્રીયલ ગેસીઝ લિ.કંપનીમાં 15 વર્ષથી પણ વધુ સમયથી કામ કરતા 150 જેટલા કર્મચારીઓના પગાર વધારાની માંગ કરતા કંપની પ્લાન્ટ બંધ કરવાની નોટીસ ગેટ પર મારી દીધી હતી.જેને પગલે કર્મચારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. લાંબા સમયથી ચાલતા મામલામાં અાખરે સોમવારે કર્મચારીઓએ ભેગા થઇને જીલ્લા કલેક્ટરને રજુઅાત કરી હતી.
રણોલી જી.અાઇ.ડી.સી ખાતે વર્ષ 2002 થી સિગીલ ઇન્ડસ્ટ્રીયલ ગેસીઝ લિ.કંપની અાવેલી છે. કંપનીમાં 15 વર્ષથી વધુ સમયથી કામ કરતા કર્મચારીઓએ પગાર વધારાની માંગ કરતા કંપનીએ અચાનક પ્લાન્ટની કામગીરી બંધ કરીને 30 ડિસે.ના રોજ અનેક કર્મચારીઓની છટણી કરી હતી.કોઇ પણ પ્રકારની જાણકારી વગર અનેક કામદારો રાતોરાત બેરોજગાર બન્યા હતા. અાખરે મામલે વડોદરા જીલ્લા કામદાર સંઘ દ્વારા દરમિયાનગીરી કરવામાં અાવી હતી. વધુમાં સંઘના મંત્રી જનક પરમારે જણાવ્યું કે, લેબર ઓફિસર સાથે 4 જેટલી મિટીંગ થઇ હતી. પરંતુ તમામ પ્રયાસો બાદ મંત્રણા નિષ્ફળ રહી હતી.અાખરે કર્મચારીઓ તેમની માંગણીને લઇને સોમવારે જીલ્લા કલેક્ટરને અાવેદન પત્ર અાપી રજુઅાત કરી હતી.