શુક્રવારની નમાજ ઘરમાં જ પઢવા ધર્મ-ગુરુઓની અપીલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરભરમાં કોરોના વાયરસને ફેલાવાને રોકવા માટે વહિવટી તંત્ર દ્વારા ભીડ અેકઠી ન થવા માટે સૂચના આપવામાં આવી છે. જેના પગલે મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ દ્વારા પણ અગાઉ તકેદારીના ભાગરૂપે ઘરમાં જ નમાજ પઢવાની અપીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના લગભગ તમામ વિસ્તારોમાં લોકો ઘરમાં નમાજ અદા કરી રહ્યા છે. આ ઉપરાંત આવતીકાલે શુક્રવાર હોવાથી નમાજ પહેલાં જે ખુત્બો પઢવામાં આવે છે તે પણ ઘરમાં જ પઢવામાં આવે અને નમાજ અદા કરવામાં આવે તેવું શહેરના ધર્મગુરુઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓઅે શુક્રવારની જુમ્માની નમાજ પોતપોતાના ઘરે જ પઢવા માટે સમગ્ર મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...