તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુજ ગેસનાં સિલિન્ડરોમાંથી ગેસ કાઢવાનું વધુ એક કાૈભાંડ ઝડપાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજની અનુજ ઇન્ડેન ગેસ અેજન્સીના ઘરેલું ગેસ સિલેન્ડરમાંથી ગેસ કોર્મશીયલ સિલેન્ડરોમાં ટ્રાન્સફર કરવાનું વધુ અેક કાૈભાંડ પકડાયું છે. અાજવા રોડ ગોકુળનગર પાસેના ઝાડીઝાંખરા વાળા ખુલ્લા પ્લોટમાં સિલેન્ડરમાંથી ગેસ ટ્રાન્સફર કરતાં પીકઅપ ટેમ્પોના ડ્રાઇવર અને હેલ્પર પોલીસને જાેઇ ભાગી ગયા હતાં. પોલીસે ૪૦ ડીફોલ્ટ સિલેન્ડર, ટેમ્પો સહિત રૂા. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર-હેલ્પરની શોધખોળ હાથ ધરી છે.

અાજવા રોડ ગોકુળનગર પાસેના ખુલ્લા પ્લોટમાં ફતેગંજની અનુજ ઇન્ડેન ગેસ અેજન્સીના પીકઅપ ટેમ્પોના ડ્રાઇવર અને હેલ્પર ગ્રાહકોને વિતરણ કરવાના ઘરેલું રાંધણ ગેસના સિલેન્ડરમાંથી લોખંડની પાઇપ વડે ગેસ કોર્મશીયલ સિલેન્ડરોમાં ટ્રાન્સફર કરી રહ્યા હતાં. શનિવારે બપોરે બાપોદ પોલીસે દરોડો પાડતા ડ્રાઇવર અને હેલ્પર ટેમ્પો મૂકી ફરાર થઇ ગયા હતાં.

પોલીસે તપાસ કરતાં ઘરેલી વપરાશના રૂા. ૧.૦૮ લાખના ૪૦ ડીફોલ્ટ સિલેન્ડર મળી અાવ્યા હતાં. અા ઉપરાંત ઘરેલું વપરાશના ૨૧ સીલબંધ સિલેન્ડર,કોર્મશીયલ વપરાશના અેચ.પી.ના ૭ ભરેલા અને ૫ ખાલી સિલેન્ડર, ઇન્ડેનના ૧ ભરેલા અને ૪ ખાલી તેમજ ભારત કંપનીનો ૧ ખાલી ઘરેલું સિલેન્ડર મળી અાવ્યો હતો. ટેમ્પોમાંથી ગેસ વિતરણનું રજિસ્ટર, બિલ, ૨૧ સીલ, ગેસ કાઢવાની લોખંડની ૨ પાઇપ અને ટેમ્પો સહિત રૂા. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, ગત ૨૬ માર્ચે ક્રાઇમ બ્રાન્ચે કારેલીબાગ સહયોગનગરમાં જયેશ ઝાલા ભરવાડના મકાનમાં અનુજ ગેસ અેજન્સીના સિલેન્ડરોમાંથી ગેસ કાઢી લઇ છેતરપિંડી કરવાનું કાૈભાંડ પકડાયું હતું.

જેમાં ડ્રાઇવર-હેલ્પરો સહિત ૫ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ૧૯ દિવસમાં અા જ અેજન્સીનું વધુ અેક ભોપાળુ બહાર અાવ્યું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...